મિત્રો આપણે સૌ જાણીએ છિએ કે છેલ્લા ઘણા સમયથી આખું વિશ્વ એક પછી એક અનેક મુસીબત નો સામનો કરી રહ્યું છે તેવામાં એક તરફ ચાઇનીઝ કોરોના છે તો હવે બીજી તરફ ત્રીજા વિશ્વ યુદ્ધની આશંકા કારણકે જે રીતે વિશ્વના દેશો રશિયા સામે બાયો ચડાવી છે તેના કારણે હવે યુદ્ધ ની સ્થિતિ ને વેગ મળી રહ્યું છે.
જ્યાં એક તરફ યુક્રેનનિ સેના રશિયા ની વિશાળ સેના નો સામનો કરી રહી છે તેવામાં વિશ્વના અન્ય દેશો પણ યુક્રેનને અલગ અલગ રીતે મદદ કરી રહ્યા છે અને રશિયા પર કડક પ્રતિબંધ મૂકી રહ્યા છે. તેવામાં હવે આવા વિશ્વ જૂથો વચ્ચે રશિયા શું કરે છે? તે જોવા ની વાત છે..
પરંતુ પરિણામ જે આવશે તે યુદ્ધ ના કારણે લોકોનું જીવન તબાહ થઈ રહ્યું છે અને ખાસ તો યુક્રેન ની જનતા ના ખરાબ હાલ છે જ્યાં એક તરફ યુદ્ધ ચરમસીમા પર છે ત્યા બીજી બાજુ લોકોમાં યુક્રેન છોડવાની હોડ લાગેલી છે પરંતુ આ તમામ વચ્ચે સૌથી ખરાબ હાલત યુક્રેન માં ફસાયેલા ભારત ના વિધાર્થીની છે.
આપણે સૌ જાણીએ છિએ કે હાલમાં યુક્રેન માં યુદ્ધ ના કારણે મોંઘવારી આસમાને પહોંચી ગઈ છે લોકોને જીવન જરૂરી ચીજ વસ્તુઓ મળતી નથી. અને ખોરાક તથા પાણી ની પણ અછત છે. લોકો ની હાલત ઘણી જ ક્ફોડી બનતી જાય છે. માટે જ ભારત માં રહેતા યુક્રેન માં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ ના માતા પિતા ઘણા ચિંતિત છે અને સરકાર પાસે મદદની ગુહાર લગાવી રહ્યા છે.
તેવામાં આવો જ એક બનાવ સામે આવ્યો છે કે જ્યાં વડોદરાના આજવા રોડ વિસ્તારમાં રહેતા જતીન ભટ્ટે મીડીયા સાથે જે વાત કરી તે ઘણી ભાવુક કરનારી છે. જતીન ભટ્ટે જણાવ્યું કે તેમનો પુત્ર કે જેનું નામ રોનિક ભટ્ટ છે તે બે વર્ષથી યુક્રેનમાં અભ્યાસ કરે છે. તેવામાં જે રીતે રશિયાએ યુક્રેન પર હુમલો કર્યો છે તેના પછી યુક્રેન માં રહેતા લોકો જીવ બચાવવા માટે રોનિક પોલેન્ડ બોર્ડરની નજીક પહોંચ્યો છે,
કે જેથી તેઓ જલ્દી યુક્રેન છોડી શકે. આ માટે યુક્રેન સરહદેથી એક્ઝિટ સ્ટેમ્પ લેવા માટે લોકો ની લાંબી કતાર છે અને મોટી સંખ્યામાં લોકો પોલેન્ડ જવા માગે છે, જેના કારણે આ લોકો યુક્રેન સરહદે બહાર નીકળવા ઘણી મહેનત અને પડાપડી કરી રહ્યા છે જેના કારણે એક્ઝિટ સ્ટેમ્પની કામગીરીમા ઘણો વિલંભ થઈ રહ્યો છે. સાથો સાથ યુક્રેનના સરહદી વિસ્તારમાં ખૂબ ઠંડી છે અને બધા બહાર ઊભા છે.
જતીન ભાઈએ વધુમાં જાણાવ્યુ કે તેમના પુત્રને ત્યાં જમવાનુ પણ મળતું નથી અને પીવાના પાણી ના પણ વાંધા છે તેવામાં પુત્ર વિયોગ માં રોનિકનાં માતાના બેહાલ છે અને પુત્રને યાદ કરી રડ્યાં કરે છે. હવે માતા પિતાએ પણ પુત્ર જમવાનું છોડી દીધું છે તેમનું કહેવું છે કે પુત્રને ભોજન ના મળે તો તેઓ કઈ રીતે ભોજન કરી શકે ?