Gujarat

ગુજરાત ની દીકરી અમેરિકા મા જજ બની ! શપથ લેતી વખતે એવી રીતે ભારતીય સંસ્કૃતી ના દર્શન કરાવ્યા કે સૌ કોઈ જોતુ રહી ગયુ…

Spread the love

વિશ્વનાં દરેક દેશોમાં જે રીતે ગુજરાતીઓનો દબદબો જોવા મળે છે. સૌથી ખાસ વાત એ છે કે, ગુજરાતીઓ માત્ર પોતાની ઓળખ કે સંસ્કૃતિથી નથી ઓળખાતા પરંતુ ગુજરાતી વિદેશોમાં પણ ઉચ્ચ પદવી પ્રાપ્ત કરીને વિદેશોમાં પણ પોતાનું પ્રભુત્વ જમાવ્યું છે.

આજે અનેક દેશોની સરકારમાં ગુજરાતીઓ છે તેમજ વિદેશોમાં દરેક ક્ષેત્રમાં ગુજરાતી આગળ છે, ત્યારે હાલમાં જ હાલમાં જ વિદેશની ધરતી પર ભારતની વધુ એક દીકરી એ નામ રોશન કર્યું છે. ગુજરાતની સાથો સાથ અનેક રાજ્યના લોકો પોતાની પ્રતિભા દેખાળી રહ્યા છે.મુઝફ્ફરનગરમાં શ્રી રામ દરબાર પરિવારમાં જન્મેલી જાનકી વિશ્વમોહન શર્મા એ અમેરિકામાં સાતમાં ન્યાયિક સર્કિટમાં કાયમી મેજિસ્ટ્રેટ જજ તરીકે શપથ લીધા છે. સૌથી ખાસ વાત એ છે કે, આ દીકરી એ વિદેશની ધરતી પર ભારતીય સંસ્કૃતિનાં લોકોને દર્શન કરાવીને ઉત્તમ સંદેશ આપ્યો છે, યુવાનોને કે, આપણે કોઈપણ દેશમાં હોઈએ પરંતુ આપણી સંસ્કૃતિ નાં ભુલાવી જોઈએ.

ભારતની દીકરીએ એ રામ ચરિત માનસ પર હાથ મૂકીને જાનકી શર્માએ શપથ લઈને અમેરિકામાં ભારત દેશનું ગર્વ વધાર્યું. ખાસ વાત એ છે કે, જાનકી શર્માનો અમદાવાદ સાથે પણ નાતો જોડાયેલો છે.ઉત્તરપ્રદેશના મુઝફ્ફરનગરમાં જાનકીનું બાળપણ વિત્યું છે. અને મુઝફ્ફનગરમાં પ્રાથમિક શિક્ષણ મેળવ્યું છે. 1995માં માતા-પિતા અને ભાઈ બહેન સાથે અમદાવાદ આવી ગયા હતા.અમદાવાદમાં જાનકીએ ધોરણ-8 થી ધોરણ-12 નો અભ્યાસ પૂર્ણ કરીને 2001માં જાનકી અમેરિકા ગઈ અને આજે અમેરિકામાં જજ બનીને ગૌરવ વધાર્યું છે.

જ્યારે રામાયણ ઉપર હાથ રાખીને જાનકી અમેરિકામાં શપથ લઈ રહી હતી તે સમયે ઘરમાં રામાયણનો અખંડ પાઠ ચાલતો હતો. જાણકીના દાદા બ્રહ્મર્ષિ પંડિત જગમોહનજી મહારાજ એક સમર્પિત રામાયણ ગાયક હતા. મારા પિતા પંડિત વિશ્વમોહનજી મહારાજ પણ રામાયણના ગાયક હોવાથી જાનકી નાનપણથી જ રામાયણના પાઠ શીખીને મોટી થઈ છે. જાનકી 1993થી રામાયણના પાઠ કરે છે. રામાયણ પ્રત્યે વિશેષ લગાવ હોવાથી તેણે રામાયણ ઉપર હાથ રાખીને શપથ લીધા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *