Gujarat

હવામાન વિભાગ દ્વારા વરસાદ ને લઈ મોટા સમાચાર આ વિસ્તરો માં પડી શકે છે……..

Spread the love

આપણે સૌ જાણી એ છીએ કે હાલ કેટલાક સમય થી સમગ્ર રાજય માં મેઘરાજા એ પોતાની કૃપા વરસાવી છે. સમગ્ર રીતે કોરો પડી ગયેલ વિસ્તાર માં આજે પાણી ની રેલમ-છેલ જોવામળે છે. તેમાં પણ સપ્ટેમ્બર માસ ની શરું આતથી જ જાણે મેઘ રાજા સમગ્ર પ્રદેશ પર મહેરબાન થયા હોય તેવું જણાય છે.

ત્યારે મળતી માહિતી મુજબ ફરી એક વાર ગુજરાત માં વરસાદી માહોલ જામી શકે છે. રાજયના હવમાન વિભાગ દ્વાર કરાએલ આગાહી મુજબ ગુજરાત માં ફરી એક વાર વરસાદી માહોલ જામશે. સપ્ટેમ્બર માસ ના શરુ ના દિવસો થી મેઘરાજા ના વધામણા થયા છે. તેવામાં દરેક ડેમો,સરોવરો,નહેરો વગેરે પણ છલકાઈ ગયા છે. અને હજી પણ તેમાં નવા નીર ની આવક સારું છે.

ગુજરાત માં ગીર સોમનથ, જુનાગઢ, દ્વારકા, પોરબંદર, તથા કચ્છ, સુરત ઉપરાંત નવસારી, ભરૂચ વગેરે જગ્યા એ ભારે વરસાદ ની આગાહી છે. ભારે વરસાદ ના કારણે નદી, નાળા, સરોવરો, ઉપરાંત ચેકડેમો પણ ભરાઈ ગયા છે. ત્યારે સમગ્ર રાજય પરથી જળ સંકટ દુર થયો છે, ઉપરાંત ધરતીપુત્રો ની પણ સીચાઈ ની સમસ્યા દુર થઈ ગઈ છે.

વાતકરી એ નર્મદા ડેમ ની તો અત્યાર સુધીમાં તેમાં ૨૭ સેમી નો વધારો જોવા  મળી રહયો છે. હાલ માં ડેમ ની સપાટી ૧૨૩.૪૭ મીટર છે. અને ડેમ ના દરવાજા પણ બંધ છે. માટે લાગે છે કે રાજ્ય ની પાણીની સમસ્યા દુર થઈ જશે.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *