Gujarat

ભાવનગર માં આવેલ ગોળીબાર હનુમાનજી મંદિર માં હનુમાન દાદા છે હાજરાહાજુર ! જાણો દાદા નો મહિમા…

Spread the love

ગુજરાત માં હનુમાનજી દાદા ના ઘણા બધા મંદિરો આવેલા છે. અને લોકો હનુમાન દાદા પાસે શ્રદ્ધા થી જે કઈ માંગે તે હનુમાનદાદા ભક્તો ને આપે જ છે. એવું જ એક ભાવનગર માં હનુમાનજી દાદા નું મંદિર આવેલું છે. આ મંદિર નું નું નામ છે ગોળીબાર હનુમાન મંદિર. ભાવનગર માં આવેલા આ મંદિર માં હનુમાનદાદા હાજરાહજૂર છે. જે ભક્તો પોતાના મનની ઈચ્છા રજૂ કરે તે હનુમાનદાદા ભક્તો ની મનોકામના પૂર્ણ કરે છે. લોકો દૂર દૂર થી દાદા ના દર્શન માટે આવે છે.

હનુમાન દાદા જે જગ્યા એ બિરાજમાં છે ત્યાં પહેલા ઘણા સમય પહેલા સૈનિકો નું પટાંગણ હતું. દાદા આ જગ્યા એ સાક્ષાત બિરાજમાન છે. આ મંદિર માં રામ-લક્ષ્મણ-જાનકી ની પણ મૂર્તિઓ આવેલી છે. આ મંદિર માં હનુમાન દાદા ઉપરાંત ઘણા બધા દેવી અને દેવતાઓ ની મૂર્તિઓ આવેલી છે. આ મંદિર માં બધા ભાગવાનો ના દર્શન થાય છે. આ મંદિર માં શનિવારે સેંકડો લોકો દાદા ના દર્શન કરવા માટે આવે છે.

આ મંદિર માં એક જગ્યા એ હનુમાન દાદા નિદ્રા અવસ્થામાં જોવા મળે છે. અને એક જગ્યા એ હનુમાનદાદા ના ખભા પર રામ-લક્ષ્મણ બેસેલા છે જે મૂર્તિ આખા મંદિર માં ઊંચામાં ઊંચી છે. લોકો અહીં દાદા ની પાસે જે ઈચ્છા પ્રગટ કરે તે દાદા પુરી કરે છે. દાદા બધાના દુઃખો હરિ લે છે. આ મંદિર ની ઠીક સામે ગાયો માટે ની ગૌશાળા આવેલી છે. ત્યાં ઘણી બધી ગાયો નો ઉછેર કરવામાં આવે છે. અને સાથોસાથ ગરીબ અને ભૂખ્યા લોકો ને ભોજન કરાવવામાં આવે છે. દાદા ના નામ માત્ર થી જ ભક્તો ના દુઃખો દૂર થઇ જાય છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજરાત નો આવાજ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજરાત નો આવાજ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *