‘હર ઘર ત્રિરંગા ગીત’ થયું રિલીઝ ! નીરજ ચોપડા, વિરાટ કોહલી, અમિતાભ બચ્ચન સહિત અનેક દિગ્ગ્જ્જો ગીત માં થયા શામેલ..જુઓ વિડીયો.
આપણો ભારત દેશ દિવસે ને દિવસે પ્રગતિ કરતો રહ્યો છે. આપણો દેશ પહેલા અંગ્રેજોના કબજામાં હતો. પરંતુ મહાન વ્યક્તિઓના પ્રયાસોથી આપણો દેશ આઝાદ થયો. ત્યારબાદ આપણા દેશે છે પ્રગતિ પકડી છે તે ખરેખર કાબીલે તારીફ કહેવાય. હાલ ભારતની આ આઝાદી ના 75 વર્ષ પુરા થવા જઈ રહ્યા છે. એવામાં આઝાદી કા અમૃત મહોત્સવ ઘણા સમયથી ચાલી રહ્યો છે. ફરી એકવાર ભારત દેશના હાલના વડાપ્રધાન નરેન્દ્ર ભાઈ મોદીએ એક અનોખી જાહેરાત કરી હતી.
જેના કારણે ભારતમાં વસતા તમામ લોકોને ભારત દેશ માટે ગર્વની લાગણી અનુભવાશે. આપણા દેશના વર્તમાન વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દરેક ઘર ત્રિરંગો લહેરાવવાની જાહેરાત કરી હતી. આ વાત લોકો ના ઘર ઘર સુધી અને ભારતમાં વસતા દરેક લોકો સુધી વધુને વધુ વાત પહોંચે તે માટે સરકાર દ્વારા ખૂબ જ પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે. હાલમાં હરેક ઘરમાં ત્રિરંગો લહેરાવાની જાહેરાતના ભાગરૂપે એક વિડિયો સોંગ્સ રિલીઝ કરવામાં આવ્યું છે. જેમાં ત્રિરંગા એન્થમ સોંગ માં મોટા મોટા સેલિબ્રિટી થી લઈને ક્રિકેટર અને ભારતના નામનું ગૌરવ વધારનારા એવા મોટા મોટા ખેલાડીઓ વીડિયોમાં જોવા મળે છે..જુઓ વિડીયો.
Volume up 🎚!
The biggest patriotic song of the year, the HAR GHAR TIRANGA Anthem, OUT NOW!! An ode to the strength & grace of our Tiranga, this song is going to rekindle in you a sense of pride & love for the nation. (1/2)#TirangaAnthem #AmritMahotsav #MainBharatHoon pic.twitter.com/fIpdS2joIu
— Amrit Mahotsav (@AmritMahotsav) August 3, 2022
આ વિડીયો ચાર મિનિટ અને 22 સેકંડનો છે. જેમાં હિન્દી સિનેમાના દિગ્ગજ કલાકારો સાથે અભિનેતા જોવા મળે છે. ગીતની શરૂઆતમાં જ આપણને બોલીવુડના અભિનેતા એવા અમિતાભ બચ્ચન જોવા મળે છે. ત્યારબાદ ભારતના ક્રિકેટર એવા વિરાટ કોહલી ત્રિરંગાની સાથે જોવા મળે છે. આ સિવાય બોલીવુડના મહાન સ્ટાર એવા અક્ષય કુમાર, અનુપમ ખેર, અજય દેવગન વગેરે આવી અને ત્રિરંગા નું માન વધારતા આપણે જોઈ શકાય છે. સાથે સાથે આ ગીતમાં ક્રિકેટર હાર્દિક પંડ્યા અને કે. એલ. રાહુલ ની હાજરીથી ત્રિરંગા ની શોભા વધી ગઈ છે.
અને ગયા વર્ષે ઓલિમ્પિકમાં ભારતના નામનો ડંકો વગાડનાર એવા નિરજ ચોપરા, મીરાબાઈ ચાનું જેવા દિંગજો સામેલ કરવાથી આ ગીતમાં ચાર ચાંદ લાગી ગયા છે. ગીતમાં જોઈ શકાય છે કે બધા જ સેલિબ્રિટી પોતાના હાથમાં ત્રિરંગો લહેરાવે છે. અને લોકોને પોતાના ઘર માં ત્રિરંગો લહેરાવા માટે પ્રેરિત કરી રહ્યા છે. માત્ર મોટા મોટા સ્ટાર નથી જોવા મળતા પરંતુ ભારતની સંસ્કૃતિ પણ જોવા મળે છે. જેમાં ભારતને સંસ્કૃતિની ઝલક દેખાડતા હરેક જગ્યાએ ત્રિરંગો લહેરાતો જોવા મળે છે.આપણે પણ આપણા ઘરની બહાર કે ઘરની અગાસી પર ત્રિરંગો લહેરાવીને ભારત દેશના વતની હોવાનું ગર્વ કરવું જોઈએ.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજરાત નો આવાજ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજરાત નો આવાજ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!