Entertainment

દેશના સૌથી મોંઘા વકીલ હરીશ સાલ્વે એ 68 વર્ષની ઉમરે કર્યા ત્રીજા લગ્ન, દુલ્હન ની ખૂબસૂરતી તો એવી કે જોઈને નજર જ નહીં હટે…. જુઓ તસ્વીરો

Spread the love

જ્યાં 60 ની ઉમરના ઘણા લોકો પોતાની દરેક ઇચ્છાઓને ત્યજી દેતા હોય છે તો ત્યાં જ થોડા લોકો એવા પણ જોવા મળી  જતાં હોય છે કે તેમના માટે ઉમર નું કોઈ મહત્વ હોતું નથી, ત્યારે હાલમાં વરિષ્ઠ વકીલ અને ભારત ના પૂર્વ સોલિસિટર જનરલ હરીશ સાલ્વે આ સમયે પોતાના અંગત જીવનને લઈને ચર્ચામાં જોવા મળી આવ્યા છે. જેમને 68 વર્ષની ઉમરમાં ત્રીજા લગ્ન કર્યા છે કાનૂની દુનિયાના દિગ્ગજ એ પ્રાઈવેટ સેરેમની માં ટ્રીના નામની એક મહિલા સાથે લગ્ન કર્યા, જેમાં બીજનેસવુમન નીતા અંબાણી અને લલિત મોદી જેવી હસ્તીઓ પણ શામિલ થઈ હતી.

હરીશ સાલવે પોતાની લક્ઝરી અને મોંઘી લાઇફસ્ટાઇલ ને લઈને ચર્ચામાં જોવા મળી જતાં હોય છે.હવે તેમના લગ્નને લઈને પણ તેઓ ચર્ચામાં આવી રહ્યા છે. તેમણે પોતાના નજીકી મિત્રો ની ઉપસ્થિતિ માં પોતાની દુલ્હન ટ્રીના ની સાથે સાત ફેરા લીધા. લંડનમાં થયેલ આ શાહી લગ્ન માં ઉધ્યોગપતિ મુકેશ અંબાણી અને તેમની પત્ની નીતા અંબાણી પણ શામિલ થ્ય હતા. તેમના સિવાય સુનિલ મિતલ, એલએન મિતલ, એસપી લોહીયા અને ગોપી હિંદુજા સહિત ના અન્ય મોટા કારોબારીઓ આ લગ્ન નો ભાગ બન્યા હતા.

આ લગ્ન સમારોહ માટે હરીશ સાલવે ની દુલ્હન ટ્રીના એ એક સાટ્ન સ્ટ્રેપી ડ્રેસ પહેર્યો હતો અને આની સાથે મેચિંગ સ્કાર્ફ પણ સ્ટાઈલ કર્યો હતો. મિનિમલ મેકઅપ નો વિકલ્પ પસંદ કરતાં તેમણે ડેગલિંગ એરિંગ્સ ની સાથે પોતાના લૂકને નિખારયો હતો. બીજી બાજુ હરીશ એ વ્હાઇટ શર્ટ ની સાથે બ્લેક કલરનું પેન્ટ સુટ  પહેર્યું હતું. સામે આવી રહેલ તસવીરોમાં હરીશ ને પોતાની ગર્લફ્રેંડ ના માથા પર કિસ કરતાં જોઈ શકાય છે જેમાં બંને સીડી પર ઊભા રહીને કેમેરાની સામે પોઝ આપી રહ્યા છે.

આ સાથે જ અન્ય એક તસવીર પણ જોવા મળી રહી છે જ્યાં નીતા અંબાણી ને પિન્ક કલરની સાડી માં જોઈ શકાય છે .આ લગ્નમાં આવેલ દરેક લોકો સ્વાદિસ્ત ભોજન નું લૂફ્ટ લઈ રહ્યા છે. બીજી એક તસવીરમાં લલિત મોદી અને ઇજ્વલ્લા રાઉટ સીડીઓની પર તસવીર કલીક કરાવી છે જ્યાં લલિત મોદી બ્રાઉન કલરના પેન્ટ સૂટ માં અને ઉજ્વલ્લા બ્લૂ કલરના હોલ્ડર નેક ડ્રેસમાં સેક્સી લાગી રહી છે. એમના એક ગેસ્ટ જે બહુ જ ચર્ચામાં જોવા મળ્યા હતા તે લલિત મોદી હતા જેને ભારતમાં ભગોડા જાહેર કરવામાં આવ્યા હતા.યાદ હશે કે થોડા દિવસો પહેલા તેમની પૂર્વ મિસ યુનિવર્સ સુષ્મિતા સેન ની સાથે ડેટ કર્યાની ખબરો સામે આવી હતી.

જેને લઈને બહુ જ હલ્લો મચી ગયો હતો. હવે લલિત મોદી ને અંબાણી જેવી હાઈપ્રોફાઇલ લોકો સાથે જોઈને ઘણા સવાલો ઊભા થઈ રહ્યા છે. જો વકીલ હરીશ સાલ્વે ની વાત કરવામાં આવે તો 2020 માં જ તેમણે બીજા લગ્ન કર્યા હતા, અને હવે ત્રણ વર્ષ પછી તેમના જીવનમાં બીજું કોઈ આવી ગયું. તેમની પહેલી પત્નીનું નામ મીનાક્ષી હતું જે 38 વર્ષ પછી પોતાના પતિથી અલગ થઈ ગઈ હતી. પહેલા લગ્ન થી તેઓને બે દીકરીઓ સાક્ષી અને સાનિયા છે. 2020 ની સાલમાં જ હરીશ સાલ્વે એ બ્રિટિશ આર્ટિસ્ટ કેરોલિના બ્રોસર્ડ સાથે લગ્ન કર્યા હતા.

હરીશ સાલવે ના બીજા લગ્નની તસ્વીરો પણ બહુ જ વાઇરલ થઈ હતી જેમાં તેમની બંને દીકરીઓ પણ શામિલ થઈ હતી, પરંતુ દુર્ભાગ્યથી આ લગ્ન વધારે ટકી શક્યા નહીં, હવે 68 વર્ષની ઉમરમાં તેઓએ ત્રીજીવાર લગ્ન કર્યા છે. સુપ્રીમ કોરટમાં પ્રેક્ટિસ કરનાર 68 વર્ષના વકીલ હરીશ સાલવે કુલભૂશન જાઘવ સહિત ઘણા હાઇ પ્રોફાઇલ મામલાઓનો ભાગ રહી ચૂક્યા છે. 2015 માં હરીશ સાલવે એ સલમાન ખાન ના 2002 ના હિટ એન્ડ રન કેસમાં પણ પેરવી કરી હતી. સાલ્વે લંડનમાં રહે છે અને વિડીયો કોન્ફરન્સ દ્વારા ભારતમાં વકીલાત કરે છે. હરીશ સાલવે નવેમવાર 1999 થી નવેમ્બર 2002 સુધી દેશના સોલિસિટર જનરલ રહ્યા છે. આટલું જ નહીં કોર્ટ ઓફ વેલ્સ એન્ડ ઈંગ્લેન્ડ માં તે ક્વિન ની બાજુથી પણ લડી ચૂક્યા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *