Gujarat

શું તમે ક્યારેય માથે શીંગડા વાળો સાપ જોયો છે? સુરેન્દ્રનગર ની વાડી-વિસ્તાર માં આવો સાપ દેખાતા લોકો માં કુતુહલ. જુઓ વિડીયો.

Spread the love

આપણી પૃથ્વી ઉપર મનુષ્ય જાત સિવાય અનેક એવા નાના જીવજંતુઓ, પક્ષીઓ અને અનેક એવા મૂંગા જાનવર રહે છે. આપણી સમક્ષ તો નાના મોટા જીવજંતુઓ સામે આવતા જ રહે છે. પરંતુ ખાસ કરીને વાડી વિસ્તારમાં જંગલ વિસ્તારમાં અને દરિયાકિનારેના કાંઠે આપણે કોઈ દિવસ પ્રવાસ માટે ગયા હોય તો ત્યાં આપણને અવનવા આવા જીવજંતુઓ જોવા મળતા હોય છે. એવા એવા જીવજંતુઓ આપણી સમક્ષ આવતા હોય છે કે જેને જોઈને આપણે ચકિત રહી જતા હોઈએ છીએ.

કે જેને આપણે આપણા જીવન દરમિયાન ક્યારેય પણ જોયા હોતા નથી. એવો જ એક વિડીયો હાલ ગુજરાત રાજ્યના સુરેન્દ્રનગર જિલ્લાના વાડી વિસ્તાર નો વાયરલ થઈ રહ્યો છે. જેમાં એક અનોખો સાપ જોવા મળ્યો હતો. આ વાયરલ થઈ રહેલા વીડિયોમાં જોવા મળે છે કે એક સાપ એક વાડી વિસ્તારમાં આંટા મારે છે. આ વિડીયો સુરેન્દ્રનગર જિલ્લાના સાયલા તાલુકાના વડિયા ગામની સીમનો છે. જેમાં એક સફેદ અને કાળા પટાવાળો સાપ દેખાતા લોકો અચરજ પામી ગયા હતા.

આ સાપને માથા ઉપર શીંગડા જેવું કંઈક દેખાઈ રહ્યું હતું. કેટલાક લોકો આ સાપના માથા ઉપર રહેલા આ ભાગ ને શીંગડા કહે છે તો કેટલાક લોકો કહે છે કે આ નાગમણી છે. અને પોતપોતાની રીતે પ્રતિક્રિયાઓ આપી રહ્યા હતા. આવા શીંગડા વાળો સાપ તો આપણે ક્યારેય જોયો નહીં હોય. પરંતુ આ વાડી વિસ્તારમાં સાપે દેખા દેતા આજુબાજુના લોકોમાં સાપને જોવા માટે કુતુહલ સર્જાયું હતું. અને મોટી સંખ્યામાં લોકો આ સાપને જોવા માટે ઉમટી પડ્યા હતા.

 

View this post on Instagram

 

A post shared by Viral Video (@_viral_video_meme)

બધા લોકોએ આ સાપને પોતાના મોબાઈલમાં કેદ કરી લીધો હતો. આપણે ઘણા મોટા પશુ પ્રાણીઓમાં શીંગડા જોયા હશે. પરંતુ આ શિંગડાવાળો સાપ તો ભાગ્યે જ જોવા મળતો હોય છે. આમ આવા વિડિયો આપણને સોશિયલ મીડિયા પર અનેક જોવા મળતા હોય છે. જેને જોઈને આપણે અચરજ પામી જતા હોઈએ છીએ. અને આપણામાં પણ કુતુહલ સર્જાતું હોય છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજરાત નો આવાજ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજરાત નો આવાજ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *