લોક-કલાકાર યોગેશ ગઢવી એ કમા વિષે કહી મોટી વાત કહ્યું કે, કમો ભગવાન નું ઘરેણું છે, એને ધુણાવાય નહીં કે નચાવાય નહીં. જુઓ વિડીયો.
આપણા ગુજરાતમાં છેલ્લા થોડા સમયથી એક દિવ્યાંગ વ્યક્તિનું નામ દરેક ઘર માં પ્રખ્યાત થઈ ચૂક્યું છે. તે વ્યક્તિ એટલે કોઠારીયા ગામનો કમો. સુરેન્દ્રનગર જિલ્લાના કોઠારીયા ગામમાં રહેતો દિવ્યાંગ આજે ગુજરાતના દરેક ઘરમાં લોકોનો પ્રિય થઈ ચુક્યો છે. ગુજરાતમાં હવે દરેક જગ્યાએ જે પણ ડાયરા કલાકારો ના પ્રોગ્રામ હોય ત્યાં કમો હોય હોય ને હોય જ છે.
થોડા સમય પહેલા કમાને ગુજરાતમાં કોઈ વ્યક્તિ ઓળખતું નહીં. સામાન્ય દિવ્યાંગ વ્યક્તિ હતો. પરંતુ ત્યારબાદ કિર્તીદાનભાઈ ગઢવીના એક કાર્યક્રમમાં કિર્તીદાનભાઈ ગઢવીએ એવું ગીત લલકાર્યો કે આ દિવ્યાંગ કમો પોતાની જાતને કંટ્રોલ ન કરી શક્યો. અને ત્યાં ડાન્સ કરવા લાગ્યો હતો. ત્યારથી કમો આ પ્રખ્યાત થઈ ચૂક્યો છે. આજે કમો જ્યાં પણ કાર્યક્રમમાં હાજરી આપવા જાય છે. ત્યાં તેને પૈસા પણ આપવામાં આવે છે.
પરંતુ આ દિવ્યાંગ ની માનવતા ને ચોક્કસ સલામ છે. કારણ કે તેને મળતા પૈસા તે તેના ગામમાં આવેલું ગૌશાળામાં દાનમાં આપી દે છે. હવે ફરી એક વિડીયો વાયરલ થઈ રહ્યો છે. જેમાં લોક કલાકાર યોગેશ ગઢવી એ કમા વિશે એવું નિવેદન આપ્યું કે જેને સાંભળીને અમુક લોકો ચકિત રહી ગયા છે. લોક કલાકાર યોગેશ ગઢવી એ મોરબી જિલ્લામાં કોરોના કાળમાં દેવલોક થયેલ તેની શાંતિ માટે યોજાયેલ એક ભાગવત સપ્તાહમાં હાજરી આપી હતી.
ત્યાં યોગેશ ગઢવીએ આ પ્રસંગની વાત કરતા જણાવ્યું હતું કે તે જ્યારે આ ડાયરામાં ઉપસ્થિત થવાના હતા. ત્યારે તેને કોઈએ કહ્યું કે તમે કમાને કાર્યક્રમમાં લાવશો? ત્યારે યોગેશભાઈ ગઢવીએ કહ્યું કે કમો તો દિવ્યાંગ બાળક છે. એને દુઃખી ના કરાય. એને માનસિક સ્થિતિ શું હોય. એના માનસિક તોફાનો શું હોય. એ આપણે સમજી ન શકીએ એને લવાય નહીં.
તેમણે આગળ એવું જણાવ્યું કે આજના કલાકારો કમો લઈને આવે છે. હું તો ૨૦ વર્ષ પહેલા નમો લઈને આવ્યો હતો કમો લઈને નહીં. આટલું બોલતાં સાથે જ અમુક લોકો બેઠા થઈ ગયા હતા. યોગેશ ગઢવી કહે છે કે કમો તો ભગવાનનું દીધેલું ઘરેણું છે. એનો ઉપયોગ ના કરાય સાહેબ. તેને ધુણાવાય નહીં. તેને નચાવાય નહીં. આ કોઈ નહીં બોલી શકે પણ હું બોલું છું.
આમ આવું કહેતા જ તેનો વિડીયો સોશિયલ મીડિયા પર આજે ફરવા લાગ્યો છે. કમો આજે ઘર ઘરમાં પ્રખ્યાત થઈ ચૂક્યો છે. અને દરેક કાર્યક્રમમાં આવીને તે ડાન્સ જરૂર કરતો જોવા મળે છે. પરંતુ યોગેશ ગઢવીના આપેલા આ નિવેદન આજે દરેક લોકો જોઈ ચૂક્યા છે. અને પોત પોતાની રીતે પ્રતિક્રિયાઓ આપી રહ્યા છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજરાત નો આવાજ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજરાત નો આવાજ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!