તમે ક્યારેય ‘સફેદ હરણ’ જોયું છે ? આ સફેદ હરણ નો વિડીયો જોઈ ને દીવાના થઇ જશે..જુઓ વિડીયો.
આપણા ભારત દેશમાં ઘણી બધી વસ્તી પ્રાણીઓની જોવા મળે છે. ખાસ કરીને આપણા ભારત દેશ માટે એક ગૌરવની વાત છે કે, આખા વિશ્વમાં સિંહ એકમાત્ર એવું જંગલી પ્રાણી છે કે જે આપણા ભારત દેશમાં જોવા મળે છે. એમાં પણ આપણા ભારત દેશના ગુજરાતમાં આવેલા ગીર સોમનાથ સિંહના દર્શન માટે જાણીતું છે. વિશ્વના ઘણા ખરા લોકો સિંહ દર્શન માટે આવતા હોય છે.
પરંતુ ભારત દેશ માટે એક ખરાબ વાત પણ છે. એ વાત એ છે કે ભારત દેશના લોકો જંગલ વિસ્તારનો નાશ કરીને ત્યાં રહેઠાણ ઊભું કરી દેતા હોય છે. જંગલ વિસ્તારનો નાશ થવાને કારણે ત્યાં વસતા પશુ, પક્ષી કે પ્રાણીઓ લુપ્ત થઈ જતા હોય છે. જોકે આ માટે સરકાર પોતાના પ્રયત્નો પણ કરી રહેલી છે. પરંતુ તમે ક્યારેય સફેદ હરણ જોયું છે? હાલ એક વીડિયો સામે આવ્યો છે જે એક સફેદ હરણ નો છે. આ સફેદ હરણ ને જોઈને તમે પણ પ્રફુલ્લિત થઈ જશો..જુઓ વિડીયો.
Extraordinary white moose was spotted taking a dip in a pool in Sweden’s Varmland County
( by Hans Nilsson ) pic.twitter.com/QJtL2u5u4H— Gabriele Corno (@Gabriele_Corno) August 15, 2022
વીડિયોમાં જોઈ શકાય છે કે એક સફેદ હરણ અસહ્ય ગરમીના કારણે એક પાણી ભરેલા વિસ્તારમાં પહેલા પાણી પીવા જાય છે. અને ત્યારબાદ ગરમીને કારણે તે પાણીની અંદર જાય છે. પાણીની અંદર જતાની સાથે જ તે આખેઆખું પોતે પાણીની અંદર ચાલ્યું જાય છે. અને થોડીવાર પાણીની અંદર રહે છે. ત્યારબાદ તે બહાર આવીને પોતાનું શરીર આખું ખંખેરે છે. આથી પાણીના છાંટા આજુબાજુમાં ઉડે છે.
આ વિડીયો લોકો જોઈને અભિભૂત થઈ રહ્યા છે. કારણ કે આવા સફેદ હરણ નો વિડીયો ભાગ્યે જ જોવા મળતો હોય છે. આ વિડીયો ટ્વીટર હેન્ડલ એકાઉન્ટ પર શેર કરવામાં આવેલો છે. જેને અત્યાર સુધીમાં લાખો લોકો જોઈ ચૂક્યા છે. લોકો આમાં સુંદર સુંદર કમેન્ટો મારી રહ્યા છે. અને કહે છે કે અદભુત ! કોઈ કહે છે કે આવું સફેદ હરણ તો તેને પહેલા ક્યારેય નથી.
આ વિડીયો લોકોને ખૂબ જ પસંદ આવી રહ્યો છે. અમુક વાર સોશિયલ મીડિયા પર આવા પ્રાણીઓ ના વિડીયો સામે આવતા હોય છે. જેમાં આપણે લોકોએ ન જોયેલા કે ન સુનેલું નામ ના પ્રાણી સોશિયલ મીડિયા પર જોવા મળતા હોય છે. ભારતમાં અમુક ધણી એવી પ્રજાતિ છે કે જે લુપ્ત થવાને આરે પહોંચી ગઈ છે. આ માટે લોકોએ અને સરકારે તેમાં સહભાગી થઈને તેને બચાવવા માટે ના પ્રયત્ન હાથ ધરવા જોઈએ.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજરાત નો આવાજ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજરાત નો આવાજ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!