શું તમે ક્યારેય વાદળો ફાટવાની ઘટના નિહાળી છે? વાદળ ફાટવા ના લાઈવ અદભુત દ્રશ્યો…જુઓ વિડીયો.
ભારત માં અત્યારે ચોમાસા ની સત્તાવાર શરૂઆત થઇ ચુકી છે. એવામાં સમાચારો માં રોજબરોજ બસ વરસાદ ના જ સમાચારો આવતા જોવા મળે છે. ભારત માં આવેલું એક સ્થળ કે જ્યાં વિશ્વ નો સૌથી વધુ વરસાદ નોંધાય છે. તે સ્થળ છે મૌસિનરમ અને ચેરાપુંજી અહીં વિશ્વ નો સૌથી વધુ વરસાદ નોંધાતો હોય છે. ભારત માં અને વિશ્વ માં ક્યારેક વાદળો ફાટવાની ઘટના બને છે.
શું તમે ક્યારેય વાદળો ફાટવાની ઘટના નિહાળી છે? જો નો નિહાળી હોય તો હાલ માં એક સોશિયલ મીડિયા પર ખુબ જ વાયરલ થઇ રહેલો વિડીયો છે. જેમાં વાદળ ફાટવાની ઘટના ના લાઈવ દ્રશ્યો જોવા મળે છે. આ વિડીયો ઓસ્ટ્રિયા દેશ નો છે. જ્યાં વાદળ ફાટવાની ઘટના બનતા એક ફોટાગ્રાફરે આ સુંદર વિડીયો કેપ્ચર કરી લીધો હતો. ઓસ્ટ્રિયા ના મિલસ્ટેટ તળાવ પર વાદળ ફાટવાની ઘટના બની હતી.
જયારે વાદળ ફાટે છે. ત્યારે એક સાથે હજારો અથવા તો લાખો ગેલન પાણી વાદળો માંથી જમીન પર આવી જાય છે. જે વિસ્તાર માં વાદળ ફાટે એટલે ત્યાં પૂર ની સ્થિતિ સર્જાય જાય છે. આ જે વિડીયો વાયરલ થઇ રહ્યો છે. તે વિડીયો વન્ડર ઓફ સાયન્સ ના ટ્વીટર હેન્ડલ પર થી શેર કરવામાં આવ્યો છે. લોકો વાદળ ફાટવાનો વિડીયો જોઈ ને આશ્ચર્ય ચકિત રહી ગયા હતા. જુઓ વિડીયો.
A stunning cloudburst over Lake Millstatt, Austria captured by photographer Peter Maier. pic.twitter.com/7vUVnePvBD
— Wonder of Science (@wonderofscience) July 5, 2022
જો એક કલાકની અંદર 100 મીમીથી વધુ વરસાદ અમુક વિસ્તારોમાં પડે છે, તો તેને વાદળ ફાટ્યું કહેવાય છે. 16-17 જૂન, 2013 ની વચ્ચેની રાત્રે, ઉત્તરાખંડના ઉત્તરકાશી અને રુદ્રપ્રયાગમાં 479 મીમી વરસાદ નોંધાયો હતો. પર્વતીય વિસ્તારોમાં વાદળ ફાટવું સામાન્ય બાબત છે. પર્વતો ના લીધે વાદળો આગળ તરફ જય શકતા નથી. આથી ત્યાં જ વરસાદ વરસી જતો હોય છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજરાત નો આવાજ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજરાત નો આવાજ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!