સલામ છે આ બે ભાઈઓ ને ! પોતાનું જીવન જોખમ માં મૂકીને વાછરડા ને બચાવી લીધું. જુઓ વિડીયો.
સોશિયલ મીડિયા પર રોજેરોજ અવનવા વિડીયો વાયરલ થતા રહે છે. લોકો આજે મનુષ્યો ની સેવા ઉપરાંત મૂંગા પશુ પ્રાણીઓ ની સેવા પણ ખુબ જ દયા ભાવ થી કરતા હોય છે. સોશિયલ મીડિયા પર હાલ એક વિડીયો વાયરલ થઇ રહ્યો છે જે જોઈ ને લોકો ખુબ જ પસંદ કરી રહ્યા છે. અને વિડીયો માં જોવા મળતા બે માણસો ના ખુબ જ વખાણ કરી રહ્યા છે.
જે વિડીયો વાયરલ થઇ રહ્યો છે. તેમાં જોઈ શકાય છે કે એક ગાય નું વાછરડું એક ખાડા માં પડી ગયું હતું. આ વાછરડા ને બે માણસો ખુબ જ સારી રીતે ખાડા માંથી બહાર કાઢે છે. જેમાં એક માણસ બીજા માણસ ના પાછળ થી પગ થોભી રાખે છે. અને પેલો માણસ ઊંધો થઇ ખાડા ની અંદર જાય છે. બાદ માં તે ખાડા માં રહેલા વાછરડા ના બે પગ થોભે છે.
બે પગ થોભી ને વાછરડા ને બહાર ખેંચે છે. અને વાછરડા નો જીવ બચાવી લે છે. જેવું વાછરડું બહાર આવે છે કે તરત જ એક ગાય ત્યાં જ ઉભી હોય છે. તે દોડી ને પોતાના બચ્ચાં પાસે આવે છે.
આ વિડિયો સોશિયલ મીડિયા પર ખુબ જ વાયરલ થઇ રહ્યો છે. લોકો ખુબ જ સારી સારી પ્રતિક્રિયાઓ આપી રહ્યા છે. લોકો કહે છે કે આ બન્ને ભાઈઓ ને સલામ છે. અત્યાર સુધીમાં હજારો લોકો આ વિડીયો ને જોઈ શક્યા છે. આ બને ભાઈઓ એ માનવતાને છાજે એવું સુંદર ઉદાહરણ પૂરું પાડ્યું છે. જુઓ વિડીયો.
God bless them! 🙏💕pic.twitter.com/BuBLfPEMmw
— Figen (@TheFigen) May 25, 2022
તમે આ લેખ ‘ગુજરાત નો આવાજ’ ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.