GujaratHelth

સુરત- તક્ષશિલા દુર્ઘટના માં 14-બાળકો ના જીવ બચાવનાર જતીન નાકરાણી ના વ્હારે આવ્યું આખું ગુજરાત. લોકો એ દિલ ખોલી ને કરી મદદ.

Spread the love

ગુજરાત માં આગ લાગવાના કેટલાય બનાવો સામે આવતા રહે છે. ગુજરાત માં 3-વર્ષ પહેલા સુરત માં એક મોટી દુર્ઘટના સર્જાય હતી. જેમાં સુરત ના સરથાણા ના તક્ષશિલા માં આગ લાગત 22 નિર્દોષ વિદ્યાર્થીઓ ને જીવ ગુમાવવા પડ્યા હતા. અને કેટલાય ઘાયલ થયા હતા. આ બનાવ ખુબ જ ભયાનક હતો. જેમાં જતીન નાકરાણી એ પોતાના જીવ ને જોખમ માં મૂકીને 14 બાળકો નો જીવ બચાવ્યો હતો.

જતીન નાકરાણી 14 બાળકોને બચાવ્યા બાદ તે 4 થા માળે થી નીચે કૂદી પડ્યો હતો. આ દરમિયાન તેને ત્યારબાદ હોસ્પિટલ મેં એડમિટ કરેલા છે. આ ઘટના ને ત્રણ વર્ષ વીતી ગયા છતાં જતીન હજુ સાજો થઇ શક્યો નથી. જતીન ના પરિવાર ની હાલત ખુબ જ ખરાબ થઇ ચુકી છે. હાલમાં જ જતીન ના ઘરે બેન્ક વાળાઓ સીલ મારવા આવ્યા હતા. જતીને બેન્ક લોન લીધી હોય તેના ત્રણ વર્ષ થી હપ્તા ભરાતા નથી.

આ માટે બેન્ક વાળા ઘરે આવ્યા હતા. આ બાબતે જતીન ના પરિવારે મદદ માટે બધા ને કહ્યું હતું અને કેટકેટલાય લોકો જતીન ના પરિવાર ની વ્હારે આવ્યા છે. પરિવારે પ્રથમ ડાયમંડ ઇન્ડસ્ટ્રી કરિયર ફાઉન્ડેશન પાસે મદદ માંગી હતી. આ લોકો એ જતીન ના પરિવાર ને એક વર્ષ ચાલે તેટલો અનાજ નો જથ્થો પૂરો પાડ્યો હતો. આ ઉપરાંત સૌરાષ્ટ્ર પટેલ સેવા સમાજ, મારુતિ જવાન વીર યુવા ટિમ, યુવા સંસ્કૃતિ ચેરીટેબલ ટ્રસ્ટ, વગેરે લોકોં તેની વ્હારે આવ્યા હતા.

ડાયમંડ કરિયર ફાઉન્ડેશન દ્વારા 6-લાખ રૂપિયા, સૌરાષ્ટ્ર પટેલ સમાજ દ્વારા 5-લાખ રૂપિયા, કાઠિયાવાડી મિત્ર મંડળ (હોંગકોંગ) દ્વારા 5-લાખ રૂપિયા, અને એવા ઘણા લોકો એ મદદ કરી હતી. જતીનભાઈ ના કલાસ માં પાયલ જીયાણી નામની વિદ્યાર્થીની અભ્યાસ માટે આવતી તે હાલ માં 3 મહિના અગાઉ જ યુ.એસ.એ માં સ્થાયી થઇ. તેનાં દ્વારા પણ જતીનભાઈ ને 15000 રૂપિયા ની સહાય કરવામાં આવી છે.

આમ 14 બાળકોને બચાવવા પોતાના જીવ ની પરવા કર્યા વગર જતીન નાકરાણી એ જે કામ કર્યું તેના માટે આખા ગુજરાત માંથી સહાય કરવામાં આવી રહી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *