ધડકન થંભાવતો વિડીયો ! બાઈક ચાલક નું એવું ભયાનક એક્સીડંટ થયું કે હવા માં ફંગોળાય ગયો,,જુઓ વિડીયો.
સોશિયલ મીડિયા ઉપર રોજે રોજ આપણે અવનવા સ્ટંટ ના વિડીયો નિહાળતા હોઈએ છીએ. ખાસ કરીને રોડ રસ્તા ઉપર બાઈક સવારો સ્ટંટ કરતા હોય છે. ક્યારેક ખુલ્લા હાથે સ્ટન્ટ તો ક્યારેક ચાલુ બાઈકે બાઈક ઉપર ઉભા થઈ જતા હોય છે. તો ક્યારેક મોટરકાર સાથે પણ સ્ટંટ કરતા હોય છે. પરંતુ આવા સ્ટંટ કરવાના ચક્કરમાં ક્યારેક લોકો પોતાના જીવનની સાથે અન્ય લોકો નો જીવ પણ જોખમમાં મૂકી દેતા હોય છે.
એવો જ એક વિડીયો હાલ વાયરલ થઈ રહ્યો છે. જેને જોઈને તમારા હૃદયની ધડકન પણ થંભી જશે. વિડીયો વિદેશ નો જોવા મળે છે. વીડિયોમાં જોવા મળે છે તેમ એક રસ્તા ઉપર કેટલાક વાહનોની અવરજવર થઈ રહી છે. એવામાં એક કાર ચાલક એક બાજુએથી આવતો હોય છે. પરંતુ તેની સામે બાજુએથી એક પુરપાટ ઝડપે બાઈક આવી રહી હોય છે.
બાઈક સવાર એટલો બધો સ્પીડમાં હોય છે કે તેની સામે કાર આવી જતા તે બાઈક થંભાવવાની કોશિશ કરે છે. પરંતુ એટલો બધો સ્પીડમાં હોવાને કારણે બાઇકને સંભળાવી શકતો હતો નથી અને સીધો જઈને કારની સામેની બાજુ અથડાય છે અને બાઇક સવાર એવો અથડાય છે કે તેની બાઈક નો કચરઘાણ નીકળી જાય છે. તો બાઈક સવાર હવામાં કેટલાય ફૂટ ઊંચે ફંગોળાઈ જાય છે.
સદનસીબે તેણે હેલ્મેટ પહેર્યું હોવાથી તેને કોઈ ગંભીર ઈજાઓ થતી નથી. માત્ર મામુલી ઈજાઓ થવા પામે છે. પરંતુ આ એક્સિડન્ટ એટલું બધું ભયાનક થયું કે જોવા વાળાના પણ હોશ ઉડી ગયા હતા. આ વીડિયોને ટ્વીટર હેન્ડલ એકાઉન્ટ પર શેર કરવામાં આવેલો છે. જેને જોઈને લોકો આ બાઈક સવાર પ્રત્યે ખૂબ ગુસ્સો દાખવી રહ્યા છે. આવી રીતે બાઈક ચલાવું ખરેખર ભયાનક થઈ પડતું હોય છે અને ક્યારેક અન્ય લોકોને ભારે નુકસાન પણ થતું હોય છે.
— Vicious Videos (@ViciousVideos) November 26, 2022
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજરાત નો આવાજ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજરાત નો આવાજ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!