મુસ્લિમ ધર્મ અપનાવ્વાની ના કહેતા યુવકે 18 વર્ષીય હિંદુ યુવતી સાથે કરી બળજબરી વિરોધ કરતા યુવતિ ની…
મિત્રો આપણે સૌ જાણીએ છિએ કે હાલમાં દેશમા ઉપરાંત પાડોસી દેશોમાં પણ હિંદુઓ ઉપર અત્યાચાર ના બનાવો સામે આવી રહ્યા છે ભારત હિંદુ સમાજ બહુ સંખ્યક હોવા છતા અનેક એવા બનાવો સામે આવે છે કે જ્યાં વિધર્મી ઓ દ્વારા જેહાદ ના ઇરાદે હિંદુઓ પર અત્યચાર કરવામાં આવે છે આવા બનાવો વરસોથી સામે આવ્યા છે.
જેને લઈને હાલમાં કાશમીર ફાઈલસ ફિલ્મ પણ જોવા મળે છે જેમાં બતાવવામાં આવ્યું છે કે કઈ રીતે કાશમીરમા રહેતા બહુ સંખ્યક મુસલમાનો દ્વારા અલ્પ સંખ્યક કાશમીરી પંડિતો ને ભગાડવા માં આવ્યા, તેમની હત્યા કરવામાં આવી મહિલા સાથે બળાત્કાર કરવામાં આવ્યા ઉપરાંત તેમનું જબરન ધર્મ પરિવર્તન કરાવવામાં આવ્યું. આવા અનેક બનાવો રોજ સામે આવે છે.
થોડા સમય પહેલા જ બંગલા દેશ કે જેને પાકિસ્તાન ના આતંક માંથી ભારતે બચાવી એક અલગ દેશ તરીકે દરજ્જો મેળવવા મદદ કરી તેજ બંગલા દેશ મા ભીડ દ્વારા હિંદુ મંદિર પર હુમલો થયો અને મંદિર ને તોડવામાં આવ્યું. આ ઘટના આખા વિશ્વ માટે ચિંતા સમાન છે કારણ કે દેશ અને વિશ્વ સ્તર પર જેવી રીતે કટ્ટરપંથી વિચારધારા ફેલાઈ રહી છે તે મનુસ્ય જીવન માટે ખતરા સમાન છે.
તેવામાં ફરી એક વખત આવોજ બનાવ સામે આવ્યો છે કે જ્યાં ભારત માંથી જ અલગ થયેલ પાકિસ્તાન માં દિન પ્રતિ દિન હિંદુ ઉપરાંત ખ્રિસ્તીઓ, શીખો અને અહમદિયાઓ ઉપરાંત શિયા જેવી અલ્પ સંખ્યક સમુદાયો પર ત્યાંના બહુલ સંખ્યક મુસલમાન દ્વારા ઘણો અત્યાચાર કરવામાં આવે છે. તેમની હત્યા કરવામાં આવે છે યુવતિ સાથે બળાત્કાર અને જબરન ધર્મ પરિવર્તન કરવામાં આવે છે. જેને લઈને ત્યાં ની સરકાર કે પોલીસ પણ ગુંડાઓ નો સાથ દેતી હોઈ તેમ લાગે છે.
હાલમાં જ પાકિસ્તાનના સિંધ પ્રાંતમાં સુક્કુર જિલ્લામાં એક પૂજા કુમારી ઓડ નામની હિંદુ યુવતિ કે જેની ઉંમર માત્ર 18 વર્ષ છે તેને વાહિદ બખ્શ લશારી નામના મુસ્લિમ યુવકે માથામાં ગોળી મારી હત્યા કરી છે. જો વાત હત્યા ના કારણ અંગે કરીએ તો જણાવી દઈએ કે વાહિદ બખ્શ લશારી પૂજા સાથે લગ્ન કરવા અને તેનું બળજબરીથી ધર્મ પરિવર્તન કરવા માંગતો હતો તે માટે તેણે પૂજા ને કિડનેપ કરવા ની કોશિશ કરી પરંતુ પુજાએ વિરોધ કરતા વાહિદ બખ્શ લશારીએ માસૂમ પુજાની હત્યા કરી.
સમગ્ર ઘટના ને લઈને પૂજાના પિતાએ જણાવ્યું કે પાકિસ્તાન ના સિંધ પ્રાંતમાં હિંદુ યુવતીઓના અપહરણ અને બળજબરીથી ધર્માનતરણ ના અનેક બનાવો સામે આવ્યા છે, પરંતુ તે દરેક બનાવ માં એવું કહેવાય છે કે હિંદુ યુવતીઓને પોતાની મરજીથી મુસ્લિમ ધર્મ અપનાવી લીધો છે.
દિકરી ની વ્યથા જણાવતા પૂજાના પિતાએ કહ્યું કે મારી પુત્રીએ લગ્ન અને ધર્મ પરિવર્તનનો વિરોધ કર્યો હતો, ત્યારબાદ તેની હત્યા કરવામાં આવી હતી તેમણે વધુમાં જણાવ્યું કે વાહિદ બખ્શ લશારી ઘણા સમયથી મારી દીકરી પૂજા ને હેરાન કરતો હતો. ઉપરાંત તે ઘણી વખત બળજબરીથી ઘરમાં ઘૂસ્યો હતો. જે બાદ્ પૂજાના પિતાએ સુક્કુર પોલીસ પાસે પણ સુરક્ષા માંગી હતી.
પરંતુ પોલીસે આ મામલે કોઈ પગલાં ભર્યા નહીં અને તેમને સુરક્ષા પણ નાં આપી. દિકરી ની હત્યા બાદ બાદ પરિવારજનો એ દિકરી ના મૃતદેહને નેશનલ હાઈવે પર મૂકીને વિરોધ પણ કર્યો હતો. જેના કારણે લગભગ 2 કલાક સુધી હાઈવે જામ થઈ ગયો હતો. જણાવી દઈએ કે અમેરિકામાં સિંધી ફાઉન્ડેશન અનુસાર, સિંધ પ્રાંતમાં દર વર્ષે લગભગ 1,000 હિંદુ છોકરીઓ કે જેમની ઉંમર 12 થી 28 વર્ષની વચ્ચે હોઈ છે તેમનું અપહરણ કરવામાં આવે છે. તેમની સાથે જબરજસ્તી કરી ધર્મ પરિવર્તન કરવામાં આવે છે. આ પછી મુસ્લિમો સાથે લગ્ન કરાવી દેવામાં આવે છે.