મહેસાણામાં દેખાય હિન્દૂ-મુસ્લિમ એકતા!! હિન્દૂ પરિવારના લગ્નમાં મામેરું લઈને આવ્યા મુસ્લિમ ભાઈઓ, લાખો રૂપિયા સહીત આ વસ્તુ… જુઓ વિડીયો
મામેરું વિના લગ્ન તો અધૂરા જ ગણાય. જ્યાં સુધી મો
સાળ પક્ષમાંથી મામેરું કરવા ન આવે તો એ લગ્ન રૂડો હોવા છતાં પણ ખાલીપાથી ખટકે છે. હાલમાં જ મહેસાણામાં જ એક અનોખો કિસ્સો સામે આવ્યો છે. મુસ્લિમ પરિવારે ચૌધરી પરિવારની દીકરીના લગ્નમાં મામેરું કર્યું હતું. આ કિસ્સો આપણા સમાજમાં કોમી એકતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડે છે.
કહેવાય છે ને કે લાગણીનો સંબંધ હોય ત્યાં કોઈ જાતિ કે ધર્મ પહેલા જોવાતા તો નથી. આ જગતમાં દરેક વ્યક્તિ માનવતા સાથે જોડાયેલ હોય છે. વાત જાણે એમ છે કે, ગુજરાત સમચારમાં અહેવાલ પ્રમાણે જાણવા મળ્યું છે કે, સૈયદ પરિવાર અને ચૌધરી પરિવાર વચ્ચેના સંબંધો ઘણા વર્ષોથી ચાલી રહ્યા છે.
બંને પરિવારો વચ્ચે ધંધાકીય સંબંધો સમય જતા પારિવારીક સંબંધોમાં બદલાય ગયા અને સૈયદ પરિવારના સભ્યોને છેલ્લા 10 વર્ષથી પારસંગભાઈના પત્ની રાખડી બાંધે છે . ચૌધરી પરિવારની રાખડી બાંધે છે.
ચૌધરી પરિવારની દીકરીના લગ્નમાં સૈયદ પરિવારે મામેરું કરવાનું નક્કી કર્યું હતું. સૈયદ પરિવારના ફારૂકભાઈ, ફઝલભાઈ, સલીમભાઈ, હારુનભાઈ અને સાઈદભાઈએ 5 લાખ રોકડ અને 50 હજારના દાગીના સહિત કપડાનું મામેરું કર્યું હતું , જગતભરના લોકો આ મોંઘેરું મામેરું જોતા જ રહી ગયા.
આ કિસ્સોએ સમગ્ર સમાજમાં ખૂબ જ ચર્ચા જગાવી છે. આ કિસ્સોએ દર્શાવ્યું છે કે કોમી એકતા એ સમાજ માટે કેટલી મહત્વપૂર્ણ છે. આપણે બધાએ એકબીજા સાથે સારા સંબંધો બનાવવા જોઈએ અને કોમી એકતાને પ્રોત્સાહન આપવું જોઈએ.
આ કિસ્સામાં સૈયદ પરિવાર અને ચૌધરી પરિવાર બંનેએ કોમી એકતાનો ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે. તેમનાથી આપણે બધાએ શીખવાની જરૂર છે.
View this post on Instagram
નોંધ – વેબસાઇટ પર પ્રકાશ થતા તમામ સમાચાર અને કહાનીઓ કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો ફક્ત એજ ઉદેશ્ય છે કે સારી માહિતી તમારા સુધી પહોંચાડવી. પ્રકાશ થતા દરેક ન્યૂઝ તથા કહાનીઓની તમામ જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. ગુજરાત નો આવાજ વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ. અમારી વેબસાઈટ અને પેજ પર સારા સારા સમાચાર વાંચતા રહો અને આગળ શેર કરતા રહો.