અમદાવાદ માં વર્ષ દરમિયાન થાય છે સેંકડો એક્સીડંટ, છેલ્લા એક વર્ષ માં થયેલા એક્સીડંટ ના કેસ જાણી ને તમારી આખો પણ ફાટી જશે.
ગુજરાત માં રોજબરોજ એક્સીડંટ ની ઘટનાઓ સામે આવતી હોય છે. એક્સીડંટ થી ઘણા લોકો ને જીવ ગુમાવવાનો વારો આવે છે. ક્યારેક એક્સીડંટ એટલા ભયંકર હોય છે કે ગાડી નો કુરચો નીકળી જાય છે. આખા રાજ્ય માં અકસ્માત ની ઘટના ઘટે છે. ગુજરાત નું ધબકતું સીટી અમદાવાદ ની વાત કરી એ તો તેમાં અકસ્માત ના કિસ્સાઓ થવાની ખુબ જ ઘટના બને છે. અમદાવાદ જિલ્લા અને ગામડાઓ માં વારંવાર એક્સીડંટ થવાના ફોન કોલ્સ 108 એમ્બ્યુલન્સ માં આવતા હોય છે.
માત્ર અમદાવાદ માં વર્ષે 17 હાજર થી પણ વધુ કોલ્સ 108 એમ્બ્યુલન્સ માં આવે છે. અમદાવાદ સીટી માં ટ્રાફિક ની ખુબ જ સમસ્યાઓ છે એમાં ઘણી વાર ટ્રાફિક જામ થવાના કારણે એકબીજા વાહનો પાછળ થી બીજા વાહનો માં ઘુસી જતા હોય છે. 108 ના અધિકારીઓ તરફ થી જાણવા મળ્યું કે દર વર્ષે અમદાવાદ માં જ 17-20 હજાર એક્સીડંટ ના કોલ્સ આવતા હોય છે. અમદાવાદ માં ટ્રાફિક ની સમસ્યાઓ ખાસ જોવા મળે છે.
અમદાવાદ 34 સ્થળ ને બ્લેક સ્પોટ જાહેર કરેલા છે. શહેર માં ટ્રાફિક ની સમસ્યાઓ ના કારણે નવા 6 બ્લેક સ્પોટ જાહેર કરવામાં આવ્યા છે. જેમાં છેલ્લા 3 વર્ષ માં 53 અકસ્માત માં 25 લોકો એ જીવ ગુમાવી દીધો છે. બ્લેક સ્પોટ માં 6 નવા સ્થળો નો ઉમેરો થતા હવે બ્લેક સ્પોટ ની સંખ્યા 40 થઇ ગઈ છે. અમદાવાદ માં રખિયાલ ચાર રસ્તા, બાપુનગર ચાર રસ્તા, કામદાર મેદાન સારંગપુર, અદાણી સર્કલ રામોલ, મણિનગર રેલવે સ્ટેશન વગેરે જેવા વિસ્તારો ને બ્લેક સ્પોટ જાહેર કરવામાં આવ્યા છે.
શહેર ના સર્વે અનુસાર જાન્યુઆરી 2021 થી ડિસેમ્બર સુધી વાહન અકસ્માત માં લગભગ 204 લોકો એ જીવ ગુમાવ્યો છે. અમદાવાદ શહેર આખો દિવસ વાહનો ની ગતિવિધિઓ ને કારણે ધબકતું જ રહે છે. જેના કારણે અકસ્માત ના કિસ્સાઓ માં ખાસ વધારો જોવા મળે છે. ક્યારેક તો અમદાવાદ માં હિટ એન્ડ રન ની ઘટના પણ સામે આવતી હોય છે. જેમાં પણ ઘણા લોકો ના જીવ ચાલ્યા જાય છે.