India

માં નો પોતાના બાળક પ્રત્યે પ્રેમ, વગર હાથે પણ રાખી રહી છે સંભાળ. જુઓ મમતાથી ભર્યો વિડીયો.

Spread the love

માં એટલે માં બીજા વગડાના વા આવી કહેવત ખુબ જ પ્રસિદ્ધ છે. માતા તેના બાળકો માટે કઈ પણ કરી શકે છે. એટલે કે તેના બાળકો ની સંભાળ રાખવામાં માં કોઈ જ કમી રાખતી નથી. માં ના તેના બાળક પ્રત્યેનો પ્રેમ ખુબ જ વધુ હોય છે. માં પોતે ક્યારેક ભૂખી રહે છે પણ તેના બાળકો ને ક્યારેય ભૂખ્યા રાખતી નથી. પોતે ભૂખી રહીને પોતાના બાળક ને જમાડી દે છે.

હમણાં જ થોડા દિવસો પહેલા મધર્સ ડે હતો તે દરમિયાન માતા પ્રત્યેનો પ્રેમ ખુબ જ બહાર આવ્યો હતો. સોશિયલ મીડિયા મારફતે લોકો માતા ના ફોટા મૂકીને મધર્સ ડે ની ઉજવણી કરતા હતા. નાના માણસો માંડી મોટા મોટા સેલિબ્રેટી એ પણ પોતાની માતા ના ફોટા મુક્યા હતા. મધર્સ દે ના દિવસે આય.પી.એસ ઓફિસર દીપાંશુ કાબરા એ પોતાના ટ્વીટર પર એક સુંદર વિડીયો શેર કર્યો હતો.

અધિકારી એ બેલ્જીયન ના એક કલાકાર સારાહ તાબલી નો વિડીયો શેર કર્યો હતો. આ વિડીયો માં સારાહ દ્વારા એક સુંદર મેસેજ આપવામાં આવ્યો છે. અને તે વગર હાથે તેના બાળક ને કઈ રીતે સારસંભાળ રાખી રહી છે. તે બતાવી રહી છે. તેના હાથ ન હોવા છતાં તે તેના બાળક ને પગ વડે કપડાં પહેરાવે છે અને પગ વડે જ જમાડે છે. બાળક ના જીવન પ્રત્યે નિયમિત તે અપડેટ રહે છે.

આ વિડીયો અત્યરે એક લાખ થી પણ વધુ લોકો એ જોયો છે. અને લોકો આ માતા ના કામ ને ખુબ જ સારી રીતે બિરદાવી રહયા છે. અને માતા ના પોતાના બાળક પ્રત્યેનો પ્રેમ જોવા મળે છે. એક માતા વગર હાથે પણ બાળક ને સાચવી રહી છે. વિડીયો માં સ્પષ્ટ જોઈ શકાય છે કે બાળક પણ માતા ની મજબૂરી સમજી રહ્યું હોય તેમ પોતે જાતે કપડાં પહેરવાની કોશિશ કરે છે. જુઓ મમતા થી ભર્યો વિડીયો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *