18 વર્ષીય વિદ્યાર્થી ને ગાયે અચાનક શિંગડું મારી દેતા વિદ્યાર્થી એ ગુમાવી આંખ. જાણો ક્યાં બની આ ઘટના.
ગુજરાત માં અવારનવાર રખડતા ઢોર નો ત્રાસ સામે આવે છે. રખડતા ઢોર ને લીધે સામાન્ય પ્રજા ને ખુબ જ ભોગવવાનો વારો આવે છે. ઢોર રસ્તા પર અફરાતફરી કરતા જ હોય છે. અને તે ગમે તેમ રખડતા હોય છે. રસ્તા પર જતા સામાન્ય લોકો ને ક્યારેક તે મારી દેતા કેટલાક લોકો ને જીવ ગુમાવવાનો વારો આવે છે. કેટલાક લોકો ને ગંભીર રીતે ઘાયલ કરી દે છે.
એવી જ એક ઘટના વડોદરા ની સામે આવી છે. વડોદરા માં રહેતા 18 વર્ષીય હેનીલ પટેલ ને ગાયે અચાનક રસ્તા પર શિંગડું મારી દેતા તેને આંખ ગુમાવવાનો વારો આવ્યો છે. વડોદરા ના વાઘોડિયા રોડ પર ના ગોવર્ધન ટાઉનશીપ માં હેનીલ પટેલ નું ઘર છે. તે પોલીટેક્નિકલ ના ડિપ્લોમા ના પહેલા વર્ષ માં અભ્યાસ કરે છે. હેનીલ જયારે ફરસાણ લઈને ઘરે પરત ફરી રહ્યો હતો ત્યારે આ ઘટના બની હતી.
હેનીલ ઘરે આવતો હતો તે દરમિયાન ત્યાં એક ગાય ને એક અજણયા વ્યક્તિ એ પથ્થર માર્યો તેથી ગાય અચાનક ભાગવા લાગી અને હેનીલ તેની અડફેટે આવી ગયો. હેનીલ ને ગાયે શિંગડું મારી દેતા હેનીલ ની એક આંખ અને મોઢા ના ભાગે ઇઝા પહોંચી હતી. બાદ માં તેને હોસ્પિટલે ખસેડવામાં આવ્યો હતો. તેના પરિવાર ને જાણ થતા તે આવી ગયા હતા. અને ત્યારબાદ હેનીલ ને અમદાવાદ રીફર કરવામાં આવ્યો હતો.
હેનીલ ના માતા-પિતા જણાવે છે કે આવી ઘટના અવારનવાર બનતી રહે છે. અને તંત્ર ઉપર પોતાનો આક્રોશ ઠાલવ્યો હતો. તેના માતા કહે છે કે રખડતા ઢોર બાબતે તંત્ર દ્વારા કોઈ જ કાર્યવાહી કરવામાં આવતી નથી. અને ઢોર અવારનવાર લોકો ને ઇજા પહોંચાડતા જ રહે છે. તેના પિતા કહે છે કે તંત્ર માત્ર વાતો જ કરે છે અને કોઈ કાર્યવાહી કરતી નથી. તે તેના પુત્ર ને ઇજા થઇ માટે તે વળતર ની માંગણી કરે છે.