લગ્ન હોય તો આવા આહીર સમાજ ના દીકરા ના લગ્ન માં વરરાજા એ અજમાવ્યો અનોખો કીમિયો ગાડી કે ઘોડા પર નહિ પરંતુ,,
ગુજરાતમાં હાલ લગ્નની સિઝન ખૂબ ધૂમધામથી ચાલી રહી છે. કન્યા અને વરરાજા પોતાના લગ્નને કંઇક અલગ રીતે ગોઠવવાનું આયોજન કરતા હોય છે. આજકાલ આપણે સૌ લોકો જાણીએ છીએ તેમ લગ્ન માં ડીજે ના સથવારે જાનૈયાઓ વાજતે ગાજતે માંડવા સુધી જાન લઈ જતા હોય છે. તો વરરાજા મોંઘી મોંઘી દાટ ગાડીઓમાં અથવા તો ઘોડા ઉપર બેસીને કન્યાને લેવા પહોંચતા હોય છે.
પરંતુ કચ્છ જિલ્લામાં આવેલા એક ગામમાં આહીર સમાજના દીકરાના લગ્ન હોય વરરાજાએ પોતાના લગ્નને કંઇક અલગ રીતે જ ગોઠવ્યા હતા. વાત કરીએ તો કચ્છ જિલ્લામાં આવેલા અંજાર થી 32 કિલોમીટર દૂર યાત્રાધામ જોગણીનારની બાજુમાં આવેલા વીરા ગામમાં શુક્રવારના રાત્રે આહિર સમાજના રાજેશ રાખ્યાભાઈ હમ્બલ ના લગ્ન ની ઉજવણી ખુબ ધૂમધામ થી થઇ હતી. વરરાજાએ પોતાના લગ્ન માં કંઈક અલગ કરવા માટે તેના પિતરાય ભાઈ જયદીપ આહીરને વાત કરી હતી.
તો જયદીપ આહીર એ મોંઘી મોંઘી દાટ ગાડીઓ કે ઘોડા ને બદલે તેને છકડા નો વિચાર આપ્યો હતો. જેથી પરિવારના લોકોએ પણ તેમાં સહમતી દર્શાવી હતી. જેના બાદ શુક્રવારે રાત્રે બેન્ડ વાજા ના સથવારે વાજતે ગાજતે પ્રાદેશિક વસ્ત્ર પહેરીને છકડા ઉપર વરરાજા સવાર થઈને ગામ માં નીકળ્યા હતા. જેમાં ભીમસરના ફોટોગ્રાફર અને વરરાજા ના ભાઈ જયદીપ આહીર વરરાજા ના સારથી બન્યા હતા.
વરરાજા છકડા ઉપર બેસીને ગામના મંદિર સુધી આવ્યા હતા તો આ વરરાજા ને જોવા ગામના લોકો પણ ઉમટી પડ્યા હતા અને ગામના લોકો પણ આમાં સહભાગી થયા હતા. આમ ગ્રામજનોએ પણ આ ફૂલેકામાં હોશે હોશે ભાગ લીધો હતો. આમ આપણા સમાજમાં હજુ ગામડામાં પણ એવી જૂની પુરાણી રૂઢિઓ અને સંસ્કૃતિઓ હજુ જીવિત જોવા મળે છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજરાત નો આવાજ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજરાત નો આવાજ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!