આ વ્યક્તિ એ બાહુબલી ને આપી ખુલ્લી ચેલેન્જ આગામી બાહુબલી ફિલ્મ માટે આ વ્યક્તિ કરશે બાહુબલી નો રોલ,,જુઓ વિડીયો.
માણસ પોતાના જીવનમાં કોઈ પણ વસ્તુ કરી શકે છે. મનુષ્ય પોતાના જીવનમાં અનેક મુસીબતોનો સામનો કરતો જોવા મળે છે. કેટલાક લોકો પોતાના પેટનો ખાડો પુરવા માટે દિન રાત કાળી મજૂરી કરતા હોય છે. હાલ એક વિડિયો સોશિયલ મીડિયા ઉપર ખૂબ વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયોમાં તમે જોઈ શકો છો તેમ એક વ્યક્તિ પોતાના માથા ઉપર આખે આખી બાઈક ઉઠાવી લે છે.
કોઈપણ જાતના સહારા વગર આખે આખી બાઈકનું વજન પોતાના માથા ઉપર મૂકી દે છે. આ વીડિયોને ટ્વીટર હેન્ડલ એકાઉન્ટ ઉપર શેર કરવામાં આવેલો છે. વીડિયોમાં જોવા મળે છે તેમ એક વ્યક્તિ કોઈ બસ સ્ટેશન પર આવે છે અને તે તેની સાથે પોતાની મોટર સાયકલ પણ હોય છે. હવે થાય છે એવું કે વ્યક્તિને મોટર સાયકલ બસની ઉપર ચડાવવાની હોય છે. આ માટે બસની પાસે એક નિસરણી મૂકેલી હોય છે.
વ્યક્તિએ તેના માથા ઉપર આખે આખી બાઇકને મૂકી દીધી અને કોઈપણ સહારો લેતો નથી અને નિસરણીના સહારા થકી તે બાઈકને માથા ઉપર લઈને બસની ઉપર ચડી જાય છે અને બાઈકને બસની ઉપર સહી સલામત મૂકી દે છે. આજુબાજુ માં એટલી બધી ભીડ ભેગી થઈ હતી કે જોવા વાળા લોકો તો હચમચી ગયા હતા. કારણકે આટલું મોટું બાઈકનું વજન લઈને કોઈપણ વ્યક્તિ કઈ રીતે ચડી શકે?
They are really super human 👏🔥❤️ pic.twitter.com/uQhcYUKkjy
— Hasna Zaroori Hai (@HasnaZarooriHai) November 26, 2022
તે વાતને લઈને લોકો મૂંઝાઈ ગયા હતા. આમ આ વિડીયો હાલમાં ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે અને લોકો આ વ્યક્તિના ખૂબ વખાણ કરી રહ્યા છે અને તેના કામને સલામ કરી રહ્યા છે. આવા અનેક વિડીયો આપણને સોશિયલ મીડિયાના માધ્યમ થકી જોવા મળતા હોય છે અને આવા વીડિયોમાંથી આપણને પ્રોત્સાહન પણ મળતું હોય છે કે જીવનમાં કોઈ પણ વસ્તુ અશક્ય હોતી નથી બસ મન લગાવીને કામ કરવું પડે તો બધું જ હાંસલ થઈ શકે છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજરાત નો આવાજ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજરાત નો આવાજ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!