ઇન્ટરવ્યૂ માં અભિનેતા એ જણાવ્યું કે શા માટે તે થાય છે વારંવાર ગુસ્સે ગુસ્સે થવાનું કારણ છે તેનો પુત્ર તૈમુર, જાણો શું કહ્યું વિગતે.
બોલીવુડના એક્ટર સેફ અલી ખાન અને કરીના કપૂર ખાને હાલમાં દિવાળીની તેના પુત્રો સાથે ભવ્ય ઉજવણી કરી હતી. તેના ફોટા તેને સોશિયલ મીડિયા ઉપર શેર કરેલા જોવા મળતા હતા. આ ફોટા જોઈને તેના ચાહકો દ્વારા તેને ભરપૂર પ્યાર આપવામાં આવ્યો હતો. હાલમાં એક તાજેતરમાં ઇન્ટરવ્યૂ લેવામાં આવ્યું હતું જેમાં સેફલીખાને એક ખાસ વાત જણાવી હતી કે તે શા માટે તે લોકો અમુક વાર મીડિયા ના લોકો ઉપર ચીડાઈ જતા હોય છે.
એક તાજેતરના ઇન્ટરવ્યુ દરમિયાન, તેણે મીડિયાના ધ્યાન અને શાળાના શિક્ષણ વિશે વાત કરી છે. તમને જણાવી દઈએ કે, ‘બોલિવૂડ હંગામા’ સાથેની ખાસ વાતચીતમાં સૈફે તૈમૂરને મળતા મીડિયાના અટેન્શન વિશે વાત કરતા કહ્યું કે, “તૈમૂરને મીડિયાનું ઘણું ધ્યાન મળે છે. મને લાગે છે કે સ્ટાર કિડ્સને સ્કૂલમાં એટલું મહત્વ ન આપવું જોઈએ. તે માત્ર એક બાળક છે. જો આવું થાય, તો તે અન્ય બાળકો સાથે સરળતાથી ભળી શકે છે, પરંતુ એવું નથી.”
વિક્રમ વેધ અભિનેતાએ વધુમાં ઉમેર્યું, “તૈમૂર જાણે છે કે તે કોનો પુત્ર છે અને તે તેના સ્ટારડમને જાણે છે. પરંતુ અમે જાણીએ છીએ કે તે સામાન્ય બનવા માંગે છે. અમે તેને સાર્વજનિક સ્થળોએ કેવી રીતે વર્તવું તે શીખવ્યું છે, કારણ કે તે હવે બાળક નથી.” મીડિયાના ધ્યાન પર વાત કરતા સૈફે આગળ કહ્યું, “મને અને કરીનાને લાગે છે કે આ મીડિયાનું ધ્યાન સંપૂર્ણપણે અલગ છે. એક રમત છે.
અમારું કુટુંબ ક્યારેક આને લઈને ચિડાઈ જાય છે અને આ એક કારણ છે કે અમે અમારા પરિવાર સાથે ખાનગી સ્થળોએ ફરવા જઈએ છીએ. આમ સેફલીખાન નું પરિવાર આજે ખુબ જ નામના કમાઈ ચૂક્યું છે અને આજે દેશ ની બહાર પણ તે લોકો નું નામ આગળ પડતું જોવા મળે છે. સેફલીખાન અને કરીના કપૂર નું લગ્ન જીવન ખુબ જ સુંદર રીતે પસાર થતું જોવા મળે છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજરાત નો આવાજ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજરાત નો આવાજ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!