ઈશા અંબાણી ના લગ્ન માં આ દેવર-ભાભી ની જોડી ઉછળી-ઉછળી ને ગરબા રમી હતી જુઓ કોણ છે તે જોડી?
ભારતના સૌથી સફળ બિઝનેસમેન એટલે મુકેશ અંબાણી. મુકેશ અંબાણી ના પિતા સ્વર્ગસ્થ ધીરુભાઈ અંબાણી એ જ્યારે પોતાના બિઝનેસ શરૂ કર્યો હતો ત્યારે મુકેશ અંબાણી અને તેના ભાઈ અને અનિલ અંબાણી નાની ઉંમરના હતા. જ્યારથી ધીરુભાઈ અંબાણી નું મૃત્યુ થઈ ચૂક્યું છે ત્યારથી મુકેશ અંબાણીએ તેના પિતાના બિઝનેસ ને આગળ ધપાવ્યો છે અને આજે આખા ભારત સાથે આખા વિશ્વમાં પોતાના નામનો ડંકો વગાડી રહ્યો છે.
પરંતુ મુકેશ અંબાણી અને તેનો પરિવાર કોઈને કોઈ બાબતે સમાચારોની હેડ લાઈનમાં આવતો જ હોય છે. મુકેશ અંબાણી અને તેનો પરિવાર પોતાના લક્ષરીયસ જીવનને લઈને ખાસ ચર્ચામાં હોય છે. મુકેશ અંબાણીની વાત કરવામાં આવે તો તેને અને તેની પત્ની નીતા અંબાણીને ત્રણ બાળકો છે. જેમાં એક પુત્રી ઈશા અંબાણી છે. ઘણા સમય પહેલા મુકેશ અંબાણીની પુત્રી ઈશા અંબાણીના લગ્ન થઈ ચૂક્યા હતા અને આજે તેનું લગ્ન જીવન ખૂબ જ ખુશખુશાલ ચાલી રહ્યું છે.
હાલ સોશિયલ મીડિયા ઉપર ઈશા અંબાણીના લગ્ન પ્રસંગનો એક વિડિયો વાયરલ થઈ રહ્યો છે. જેમાં મુકેશ અંબાણીની પત્ની નીતા અંબાણી અને મુકેશ અંબાણીના નાના ભાઈ અનિલ અંબાણી બંને એકબીજા સાથે ગરબા રમતા જોવા મળે છે. આ વીડિયોમાં જોવા મળે છે તેમ જેમાં તમે નીતા અંબાણી અનિલ અંબાણી સાથે દાંડિયા રમતા જોઈ શકો છો. આ વીડિયો ઈશા અને આનંદના પ્રી-વેડિંગ ફંક્શનનો છે.
કેપ્શનમાં લખ્યું છે, “ઉદયપુરમાં ઈશા અને આનંદના પ્રી-વેડિંગ ફંક્શનમાં નીતા અને અનિલ અંબાણીની સાથે દાંડિયા રમતા એક સુંદર થ્રોબેક વીડિયો. આ ભાભીની જોડી ચોક્કસપણે સુંદર છે ને?” ઈશા અંબાણી અને આનંદ પીરામલની સપ્ટેમ્બર 2018માં ઈટાલીમાં સગાઈ થઈ હતી. મુકેશ અને નીતા અંબાણીએ તેમની પુત્રી ઈશા અંબાણીના લગ્ન 12 ડિસેમ્બર 2018ના રોજ બિઝનેસમેન આનંદ પીરામલ સાથે કર્યા હતા. અંબાણી પરિવાર દેશનો સૌથી મોટો બિઝનેસ પરિવાર છે.
View this post on Instagram
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજરાત નો આવાજ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજરાત નો આવાજ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!