સુરતમાં બેન્ક કર્મચારીએ ઝેરી દવા પીયને મૌતના ઘૂંટડા ભર્યા, આત્મહત્યાનું કારણ જણાવતા સુસાઇડ નોટમાં લખ્યું કે…
હાલ છેલ્લા ઘણાં સમયથી રાજ્યમાં અને દેશમાં આપઘાતની ઘટનાઓ ખુબજ વધી રહી છે. તેમજ આ આપઘાતમાં મૃત્યુ પામેલ વ્યક્તિનું આપઘાત પાછળનું કારણ ઘણી વખત ખબર પડતી હોઈ છે તો વળી ઘણી વખત આપઘાત કરનાર વ્યક્તિ સાથેજ તે દબાઈ જતી હોઈ છે. હાલ એક તેવોજ આપઘાતનો મામલો સામે આવી રહ્યો છે. જેમાં એક બેન્ક કર્મીએ આપઘાત કર્યો છે. જેની પાછળનું કારણ જાણી તમે પણ ચોકી જશો.
આ આપઘાતનો કિસ્સો સુરતના સરથાણા વિસ્તાર માંથી સામે આવી રહ્યો છે. જ્યાં 32 વર્ષીય અતુલ ભાલાળા કે જેઓએ સ્યુસાઇડ નોટ લખી આપઘાત કરેલ છે. મળતી માહિતી મુજબ સુસાઈડ નોટમાં લખ્યું હતું કે, છેલ્લા ઘણા ટાઈમથી માનસિક ભાસ આપે છે. રોનક હિરપરા-ઉર્ફે રી જીગ્નેશ જ્યાણ ઉર્ફે કુંડલા-રજની ગોયાણી ફોન કરીને ધમકાવે છે
તેમજ હું બેંક જતો હોવ તો જવા નથી દેતા મને આ લોકો જુગારનો પૈસા માગે. આમ હું ફોન રિસિવ નઈ કરતો તો મને મેસેજ કરી ગાળો આપો છે. અને મારી નાખવાની ધમકી આપે સમાજમાં રહેવાથી હું સહન નથી કરી શકતો એટલા માટે હું દવા પીઈ જાવ છું. આ લોકોને સજા થવી જોઈએ. પ્લીઝ રિકવેસ્ટ મારા આત્માને શાંતિ મળે તેના માટે.. સોરી ફેમીલી એન્ડ ફ્રેન્ડસ I LOVE You
બીજા પેજમાં સુસાઈડ નોટનું હેડીંગ આપી લખાયું છે કે, રાજુ બાલધાનો કોઈ વાક નથી એટલે એને કોઈ કંઈ કેવું નઈ અને મને બચાવ્યો છે. બોવ એટલે એને કોઈ કંઈ કાઈ કેતુ નઈ. આ ત્રણ સિવાય કોઈનો કંઈ વ્યાગ નથી રોનક પરી, રજની ગોયાણી, જીગો જ્યાણી આ લોકોને સજા થવી જોઈએ.
નોંધ – વેબસાઇટ પર પ્રકાશ થતા તમામ સમાચાર અને કહાનીઓ કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો ફક્ત એજ ઉદેશ્ય છે કે સારી માહિતી તમારા સુધી પહોંચાડવી. પ્રકાશ થતા દરેક ન્યૂઝ તથા કહાનીઓની તમામ જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. ગુજરાતનો અવાજ વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ. અમારી વેબસાઈટ અને પેજ પર સારા સારા સમાચાર વાંચતા રહો અને આગળ શેર કરતા રહો.