Gujarat

સુરત મા જવેલર્સ ની દુકાન મા બે શખ્સો રિવોલ્વર સાથે લૂંટ કરવા પ્રવેશ્યા બાદ એવું થયું કે…જાણો વિગતે.

Spread the love

ગુજરાત માં અવારનવાર લૂંટ ની ઘટનાઓ સામે આવતી રહે છે. ચોરો કયારેક લાખો રૂપિયા ની લૂંટ કરી ને ફરાર થઇ જતા હોય છે. લૂંટ ની એક ઘટના સુરત થી સામે આવી છે. જેમાં એક સોનાની દુકાન માં બે લોકો લૂંટ કરવા આવ્યા હતા. પણ દુકાનદાર ની હિમ્મત જોઈ ને લૂંટ કર્યા વગર જ પાછું વળવું પડ્યું હતું. સુરત ના અલથાણ માં રહેતા નીરજભાઈ બાફ પાંડેસરા વિસ્તાર માં જવેલર્સ ની દુકાન ધરાવે છે.

તેઓ બુધવારે રાત્રે પોતાની દુકાન પર હતા ત્યારે બે અજાણ્યા લોકો બાઈક પર આવ્યા હતા. તે બે લોકો એ બાઇક મૂકીને દુકાન માં ઘુસ્યા. અને તેમાંથી એક યુવકે રિવોલ્વર કાઢી અને દુકાનદાર ને ધમકાવવા લાગ્યો. અને બીજો એક માણસ કે જેના હાથ માં થેલો હતો તે દુકાન ની અંદર દુકાનદાર જ્યાં બેઠો હતો ત્યાં સુધી ગયો અને બન્ને દુકાનદાર ને ધમકાવવા લાગ્યા.

દુકાનદાર ને સોનાના દાગીના બેગ માં નાખવા દબાણ કરતા હતા. આ દરમિયાન દુકાનદારે સુઝબુઝ રાખી મોકો ગોતીને બન્ને નો વિરોધ કર્યો અને સામનો કર્યો. દુકાનદાર બુમાબુમ કરવા લગતા તે બન્ને ભાગી છૂટ્યા. જેમાંથી એક ના હાથ માથી રિવોલ્વર પડી ગઈ હતી. પોલીસે આવી ને હથિયાર કબ્જે લીધું હતું.

દુકાનદાર દ્વારા બન્ને નો નીડર રહીને સામનો કર્યો આથી લૂંટ ન કરી શક્યા. આ સમગ્ર ઘટના સીસીટીવી માં કેદ થવા પામી હતી. પોલીસે વિસ્તાર માં ચોરો ને પકડવા નાકાબંધી કરી હતી. પોલીસ ની ટીમ આવી પહોંચી હતી. અને સીસીટીવી ના આધારે તપાસ શરુ કરી હતી. ગુજરાત માં આવી ઘટનાઓ વારંવાર સામે આવતી જ રહે છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજરાત નો આવાજ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજરાત નો આવાજ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *