India

ભારત ની આ જગ્યા પર આવેલ છે એવો અજીબો ગજીબ બગીચો કે જ્યાં બારેમાસ કેરી જોવા મળી જાય છે અને એ પણ વિભિન્ન …..જાણો વિગતે

Spread the love

ઉતરપ્રદેશ ની રાજધાની લખનઉ માં એક એવો અજીબ ગજિબ અને અનોખો બગીચો છે જ્યાં વર્ષ ના 12 મહિના સુધી ઝાડ પર કેરી જોવા મલી આવે છે. આ બગીચામાં દશી પ્રજાતિ ની સાથે સાથે અમેરિકા, બેંકોક, સાઉથ આફ્રિકા, શ્રીલંકા, ઓસ્ટ્રેલીયા, મલેશિયા અને ઇંડોનેશિયા ની કેરી પણ ખાવા માટે મળી જતાં હોય છે. દરેક કેરી નું રૂપ, રંગ અને આકાર ની સાથે સ્વાદ પણ અલગ જોવા અમલી આવે છે. દરેક કેરી ની ગોટલીઓ અને રેશા પણ અલગ હોય છે. જોકે આવો અદ્ભુત બગીચો 10 વર્ષ ની મહેનત બાદ જોવા મળ્યો છે.

લખનઉ ના રહેવાસી એસસી શુક્લા એ આ બગીચો તૈયાર કર્યો છે. આ બગીચા ની સૌથી મોટી ખાસિયત એ પણ છે કે એક જ ઝાડ ની ઉપર 2 થી 3 પ્રજાતિ ના કેરી જોવા મલી આવે છે. તેમણે જણાવ્યુ કે તેમણે કેરી ને ઉગાવવાનો બહુ જ શોખ હતો. આથી તેમણે એક બગીચો તૈયાર કર્યો. ત્યાર પછી વિભિન પ્ર્જાતિઓ ની આ બગીચામાં રોપવાનું શરૂ કર્યું. જેનાથી પરિણામ સારું મળ્યું અને હવે તેઓને આ કામ કરતાં કરતાં હવે 10 વર્ષ થઈ ગ્યાં છે. લગભગ 250 થી વધારે પ્ર્જાતિઓ ની કેરી અહી જોયા મલી જાય છે.

એસસી શુક્લા એ જણાવ્યુ કે દશહરિ, લંગડા અને ચૌસા ની કેરી દર મોસમ નો શિકાર બની જાય છે. જેનાથી ખેડૂતો ને નુકશાન થાય છે. આની વિશેષતા એ છે કે આ કેરીઓની પ્રજાતિ વિભિન્ન હોવાથી આ કેરી મોંઘી વેચાય છે. જ્યારે દશહરિ, લંગડા અને ચૌસા કેરી બહુજ સસ્તી વેચાય છે. આખા વર્ષ ની ખેડૂતો ની મહેનત બેકાર થઈ જાય છે. આમ જો ખેડૂતો પણ આ કેરી ઉગાવે તો તેમણે પણ લાભ મળશે. એસસી શુક્લા એ જણાવ્યુ કે આ કેરીની ઘણી વિશેષતા છે જેમાં રંગ બેરંગી છે અને રંગ તો લોકોને આકર્ષિત કરે છે.

આ 17 દિવસ સુધી કોઈ સડા ઉત્પનન થયા વિના ચાલી શકે છે. જો ક્યાય બહાર પણ મોકલવી હોય તો આ કેરી મોકલી શકો છો. આ સાથે જ આ કેરી નો આકાર અલગ હોય છે અને તે સ્વાસ્થ્ય માટે ફાયદાકર્ક પણ છે. તમને જણાવી દઈએ કે મશહૂર કવિ કુમાર વિશ્વાસ પણ આ 12 મહિના વાળા કેરી ના બગીચા ને જોઈને હેરાન રહી ગ્યાં હતા. એસસી શુક્લા એ જણાવ્યુ કે તેમના બગીચા માં અનુપમ ખેર, ગવર્નર આનંદીબેન પટેલ, કુમાર વિશ્વાસ, રવિ શંકર ની સાથે બાબા રામદેવ પણ આવી ચૂક્યા છે.

આ દરેક લોકો આ કેરી ને જોઇને દંગ રહી ગ્યાં હતા. ખાસ કરીને કુમાર વિશાવ્સ ને તો ભરોસો જ નહોતો થઈ રહ્યો કે એક એવી પણ જગ્યા છે કે જ્યાં વર્ષના 12 મહિના કેરી મળી શકે છે. એસસી શુક્લાએ કહ્યું કે યુપીના સીએમ યોગી આદિત્યનાથને મીઠી કેરી વધુ પસંદ છે. ખાસ કરીને અરુણિકા તેની પ્રિય કેરી છે. તેમણે કહ્યું કે તેમના સામાન્ય રાષ્ટ્રના પીએમ મોદીની સાથે તેઓ ઘણી જાણીતી હસ્તીઓ પાસે પણ ગયા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *