Gujarat

વડનગરમાં ટ્રક ચાલક આ બે યુવકો માટે યમદૂત બનીને ત્રાટક્યો ! રસ્તા પર બાથરૂમ જઈને ઉભા હતા ત્યાં ટ્રકચાલકે…પૂરી ઘટના જાણી ધ્રુજી જશો

Spread the love

રોજબરોજના જીવનમાં અનેકો દુર્ઘટના બનતી હોય છે જેના કારણે આપણે આપના પ્રિયજનોને ખોઈ બેસતા હોઈએ છીએ. ઘણી ઘટનાઓ એવી બનતી હોય છે જેના કારણે તે આપણને આખું જીવનભર રડવા પર મજબૂર કરી દેતી હોય છે. હાલમાં રસ્તા પરના અકસ્માતો એટલા વધી રહ્યા છે કે તેનાથી અનેક લોકો અવસાન પામી રહ્યા છે ત્યારે જ કહેવાય છે કે કાળ સામે કોઈનું હાલતું નથી. ક્યારે મોત સામે આવીને ઊભું રહી જાય એ કોઈ જાણતું નથી. ત્યારે હાલમાં એક આવો જ દર્દનાક કિસ્સો સામે આવી રહ્યો છે

જ્યાં રાજસ્થાન ના પાલી – સુમેરપુર હાઇવે પર રવિવાર ના રોજ એક ભયંકર અકસ્માત સરજાયો છે જેમાં એક બાઇક પર સવાર થઈ રહેલ ત્રણ યુવાનો બાથરૂમ જવા માટે રસ્તામાં રોકાયા હતા ત્યારે આ ગોંજારો અકસ્માત સર્જાયો હતો. જેમાં પાછળથી આવી રહેલ બે ટ્રક એ આ બાઇક સવાર ને કચડી નાખ્યા હતા. આ બાઇક સવાર યુવાનો વડનગર ના કહીપૂર થી રામદેવરા જય રહ્યા હતા ત્યારે ત્રણ પૈકી 2 યુવાનો એ પોતાના જીવ ગુમાવ્યા છે. જ્યાં એક યુવક ની હાલત ગંભીર જણાઈ રહી છે. જેને સારવાર માટે પાલીની બાંગર હોસ્પીટલમાં દાખલ કરવામાં આવ્યો હતો.

વધૂ માં આ અકસ્માત અંગે ગુડા એન્દ્લા પોલીસ સ્ટેશન ના SHO પ્રેમરામ એ જણાવ્યુ હતું કે આ અકસ્માત ગુદોજ ના રોડ હોટેલ પાસે હાઇવે પર વેલી સવારે 4 વાગ્યાં આસપાસ થયો હતો. જેમાં બે યુવકો નું ઘટના સ્થળે જ અવસાન થયું હતું અને તેની સાથે નો એક સાથી ગંભીર રીતે ઇરજા પામ્યો હતો આથી તેને હોસ્પિટલ લઈ જવામાં આવ્યો હતો. આ અકસ્માત થતાં મૃત્યુ પામનાર યુવાનો ની ઓળખ વડનગર ના કહીપૂર ના અર્જુન જી દાદુજી ઠાકોર જે 27 વર્ષ ની ઉમર ધરાવતા હતા

ત્યાં જ બીજા યુવાન નું સચિન દીવાનજી ઠાકોર કે જે 19 વર્ષ ની ઉમર ધરાવતા હતા, તેમની સાથેના 20 વર્ષ ની ઉમર ધરાવતા સચિન કાદવજી ઠાકોર ને ઈર્જા થતા તેમને હોસ્પિટલ લઇ જવામાં આવ્યા હતા. મૃતક અર્જુનજી હોસ્પિટલમાં નોકરી કરતો હતો. આ ગોજારા અકસ્માતમાં ઈર્જા પામેલા 20 વર્ષના સચિન કાદવજી ઠાકોર એ જણાવ્યું કે શનિવાર સાંજના 4 વાગ્યા આસપાસ તેઓ ત્રણેય લોકો એક બાઈક પાર સવાર થૈને રામદેવરા દર્શન કરવા માટે નીકળયા હતા.

જ્યા રસ્તામાં બાથરૂમ જવા માટે હાઇવે પરની હોટેલમાં રોકાયા હતા અને બાથરૂમ ગયા પછી અમે બાઈક પાસે આવીને ઉભા હતા ત્યારે જ અચાનક પાછળથી ધસી આવતા એક ટ્રક થી બચવા માટે અમે દોડ્યા ત્યાં જ તેની પાછળ આવી રહેલ બીજા ટ્રક એ તક મારી દીધી હતી અને આથી આ અકસ્માત સર્જાયો હતો જેમાં મારા બે મિત્રો નું કમકમાટીભર્યું અવસાન થયું છે અને મારા હાથ પગ ભાંગી ગયા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *