India

માતૃભૂમિ અર્થે ફરી બે જવાનો કાશમીર માં શહિદ થયા આ જવાનો…

Spread the love

મિત્રો આપણે જાણીએ છીએ કે છેલ્લા ઘણા સમયથી જમ્મુ કાશમીર માં આતંકવાદી ઘટનાઓ એ જોર પકડયું છે. ધરતી પર સ્વર્ગ ગણાતા કાશમીર માં આતંક ફેલવ્વા ના અને અશાંતિ સ્થાપવા ના નિરંતર અને નિરર્થક પ્રયાસો આવા આતંકવાદી ઓ દ્વારા કરવામાં આવે છે.

જોકે આપણે બહાદુર સેનઓ પણ આવા આતંકવાદીઓ ને જડબાતોડ જવાબ આપી રહી છે જેને માટે જમ્મુ કાશમીર માં સેના અને પોલીસ ના જવાનો દ્વારા આવા આતંકવાદીઓ નો સફાયો કરવા અનેક પ્રકારના અભ્યાનો પણ ચલાવ્વામા આવી રહ્યા છે. જેને કારણે સેના દ્વારા આવા આતંકીઓ ને ગોતી ગોતી ને મારવા આવી રહ્યા છે.

જોકે આવા અભ્યાન માં દેશની સેવા અને પોતાના લોકો ની રક્ષા કરતા કરતા અનેક જવાનો શહીદ પણ થયા છે. ત્યારે ફરી એકવાર આવોજ દુઃખદ બનાવ સામે આવ્યો છે મળતી માહિતી અનુસાર રાજૌરીમાં Loc પાસે બ્લાસ્ટમાં બે જવાન શહીદ થયા છે આ બ્લાસ્ટ પેટ્રોલિંગ દરમિયાન થયો હતો.

જો આ આતંકી ઘટના વિશે વધુ વાત કરીએ તો જમ્મુ અને કાશ્મીરના રાજૌરી જિલ્લામાં નિયંત્રણ રેખા એટલે કે એલઓસી પાસે એક વિસ્ફોટ થયો હતો આ ધમાકા માં સેનાના બે જવાન શહીદ થયા છે.

સેના ના જણાવ્યા અનુસાર, નૌશેરા સેક્ટરમાં સેનાની એક ટીમ પેટ્રોલિંગ કરી રહી હતી, આ સમયે એલઓસી પાસે એક વિસ્ફોટ થયો. જેના કારણે એક અધિકારી અને એક જવાન ગંભીર રીતે ઘાયલ થયા છે. આ બંને વ્યક્તિઓ ને હોસ્પિટલ લઈ જવાયા હતા પરંતુ તેમની હાલત ઘણી ગંભીર હોવાથી સારવાર દરમિયાન તેઓનું મૃત્યુ થયું હતું.

જો વાત આ વિસ્ફોટ માં શહીદ થનારા જવાનો અંગે કરીએ તો સેના ના જણાવ્યા અનુસાર આ જવાનો લેફ્ટનન્ટ ઋષિ કુમાર અને સિપાહી મનજીત સિંહ છે. આ બંને જવાનો ને શ્રદ્ધાંજલિ આપતા તેઓની તસવીર શેર કરી 16 કોર્પ્સે લખ્યું, વ્હાઈટ નાઈટ કોર્પ્સ અને સેનાના તમામ રેન્ક બહાદુર લેફ્ટનન્ટ ઋષિ કુમાર અને સિપાહી મનજીત સિંહને સલામ કરે છે કે જેમણે દેશ માટે સર્વોચ્ચ બલિદાન આપ્યું છે સેના તેમના પરિવારો પ્રત્યે સંવેદના વ્યક્ત કરે છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજરાત નો આવાઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજરાત નો આવાઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *