ભારતીય બોલર દિપક ચહર ના લગ્ન નું કાર્ડ થયું વાયરલ જાણો દિપક જયા ભારદ્વાજ સાથે કઈ તારીખે કરશે લગ્ન…….
હાલ આખા દેશ માં લગ્ન ની સીઝન ચાલી રહી છે. લોકો લગ્ન કરવામાં ખુબ જ બીઝી જોવા મળે છે. લગ્ન કરવામાં ક્રિકેટરો પણ પાછા નથી પડતા. હાલમાં જ એક ક્રિકેટર ના લગ્ન નું કાર્ડ સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહ્યું છે. શું તમે જાણો છો કયો ભારતીય ક્રિકેટર લગ્ન ના બંધન માં બંધાવા જય રહ્યો છે? ભારતીય ટિમ ના બોલર અને ચેન્નાઇ સુપર કિંગ્સ ના બોલર એવા દિપક ચહર ના લગ્ન નું કાર્ડ સોશિયલ મીડિયા પર વાયરલ થય રહ્યું છે.
દીપક ચહર એ ગયા વર્ષે તેની ગર્લફ્રેન્ડ જયા ભારદ્વાજ ને પ્રપોઝ કર્યું હતું. ગયા વર્ષે CSK અને પંજાબ ની આઇપીએલ ની મેચ દરમિયાન દિપક ચહરે તેની ગર્લફ્રેન્ડ ને પ્રપોઝ કર્યું હતું. દિપક ચહર ની ગર્લફ્રેન્ડ જયા ભારદ્વાજ દિલ્હી ની છે તે દિલ્હી માં એક કોર્પોરેટ ફર્મમાં માં કામ કરે છે. દિપક ના પિતા તરફથી જાણવા મળ્યું કે દિપક તેની ગર્લફ્રેન્ડ ને ઘણા સમય થી પ્રપોઝ કરવાનું વિચારી રહ્યો હતો.
2022 આઇપીએલ ની સીઝન માં દિપક ઈજાગ્રસ્ત હોવાથી મેચ માં જોવા મળતો નથી. આ વખતે દિપક માટે ચેન્નાઇ ને 14 કરોડ ની બોલી લગાવી ખરીદવો પડ્યો હતો. આની પેલા ચેન્નાઇ ની ટીમે દિપક ને રિલીઝ કરી દીધો હતો. 2022 ની સીઝન માં દિપક પહેલા તબક્કા માં બહાર થઇ ગયો હતો. ત્યારબાદ સીઝન માં જોવા મળ્યો ન હતો. તે હાલ માં બેગ્લોર માં છે.
તે ટૂંક સમય માં જ સ્વસ્થ થઇ જશે અને ફરી ટોમ માં પાછો ફરશો. સોશિયલ મીડિયા પર વાયરલ દિપક ના લગ્ન ના કાર્ડ માં જોઈ શકાય છે કે 1 જૂને દિપક અને જયા ભારદ્વાજ ના લગ્ન ની તારીખ નાખેલી છે. 1 જૂને દિપક લગ્ન કરી લેશે. આ વખતે ચેન્નાઇ ની ટિમ માં દિપક ની ઘણી કમી ટિમ ને વર્તાય હતી. ટિમ નું આ સીઝન માં પ્રદર્શન ખરાબ રહ્યું હતું.