India

ભારત નો ગોલ્ડમેન! આ વ્યક્તિ પહેરે છે આટલા કિલો સોનું જેની કીમત જાણી હોશ ઉડી જશે હાલમાં કરે છે આ કામ જુઓ ફોટાઓ

Spread the love

મિત્રો આપણે સૌ જાણીએ છીએ કે માનવી ઘણો શોખીન છે તે પોતાના શોખ ને પુરા કરવા માટે તમામ હદો પાર કરી શકે છે. અલગ અલગ લોકો અલગ અલગ શોખ ધરાવતા હોઈ છે અને અમુક લોકો પોતાના આવાજ અનોખા શોખના કારણે ઘણા ચર્ચામાં પણ રહે છે. આપણે સૌ જાણીએ છીએ કે આ ધરતી પર જો કોઈ ધાતુ સૌથી કીમતી હોઈ તોતે સોનું છે. આપણે સૌ સોનાનું મહત્વ અને સોનાની કિમત વિશે જાણીએ છીએ. આપણે સૌ જાણીએ છીએ કે આ ધાતુ ઘણી મોંઘી મળે છે. સોનું ખરીદવું કોઈ સહેલી બાબત નથી.

પરંતુ ઘણા લોકોને સોનું પહેરવાનો એટલો શોખ હોઈ છે કે તેઓ સોનાની કીમત ને ધ્યાને લેતા નથી અને પોતાના શોખ ખાતર મોંઘુ સોનું પણ ખરીદી લે છે આપણે અહી આવાજ એક ગોલ્ડ મેંન વિશે વાત કરવાની છે કે જેને જોઇને તમે પણ કહેશો કે આ વ્યક્તિ તો સોનાની ખાણ છે તો કોણ છે આ વ્યક્તિ? અને તે શું કામ કરે છે? તેની પાસે આટલું સોનું ક્યાંથી આવ્યું આપણે આ લેખમાં તે અંગે વિસ્તારથી વાત કરવાની છે.

આપણે અહી ગોલ્ડ મેન તરીકે ઓળખાતા પ્રેમ શિહ વિશે વાત કરવાની છે કે જેઓ પોતાના સોના પહેરવાના શોખના કારણે ઘણા ચર્ચામાં છે જણાવી દઈએ કે પ્રેમ શિહ નો જન્મ એક જમીન દાર પરિવાર માં ભોજપુર જીલ્લાના બીહીયાન પોલીસ સ્ટેસન વિસ્તારમાં આવેલા બોસોપુર માં થયો હતો. તેઓ હાલમાં ૩૮ વર્ષના છે અને બિહારના પટનામાં રહે છે જણાવી દઈએ કે પ્રેમ શિહ ની ઈચ્છા ભારતના ગોલ્ડ મેંન બનવાની છે.

જો વાત તેમણે પહેરલા સોના અંગે કરીએ તો જણાવી દઈએ કે પ્રેમ શિહ આશરે ૨ કિલો સોનું રોજ પહેરે છે. જો વાત આ સોનાની કિમત અંગે કરીએ તો આ સોનું આશરે ૧.૫ કરોડ કરતા વધુની કીમત નું હશે. તેઓ બંને હાથમાં બે બ્રેસલેટ દસ આંગળીઓ માં વીટી જયારે ગાળામાં ૧૬ જાડા ચેન પહેરે છે, જણાવી દઈએ કે આ તમામ વસ્ત્તું સોનાની છે જયારે તેમના ફોન નું કવર પણ સોનાનું છે. તેમના ગાળામાં એક હનુમાનજી નું સોનાનું પેન્ડલ છે.

જણાવી દઈએ કે પ્રેમ શિહ એક કોન્ટ્રકટર છે કેજે સરકારી ઈમારતો બનાવવાનું કામ કરે છે. તેમના જણાવ્યા અનુસાર આ સોનું તેમણે પોતાની મહેનત ની કમાણી માંથી જ ખરીદયું છે દર વર્ષે તેઓ પોતાની કમાણી નો અમુક ભાગથી સોનું ખરીદે છે આમ કમાણી સાથે સોનું વધે છે. જયારે તેમને પૂછવામાં આવ્યું કે આજ કાલ ચોરી ના આટલા બનાવો બને છે કે લોકો સોનાના ઘરેણા લોકરમાં મુકે છે તો તમને ડર નથી લાગતો ? તેના જવાબ માં તેમણે કહ્યું કે અહી સુસાસન ચાલે છે માટે ચોરી ની ચિંતા નથી.

તમે આ લેખ ‘ગુજરાત નો આવાઝ’ ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *