ભારતીય મોસમ વિભાગે આપ્યું હાઈ-એલર્ટ ! આગામી ચાર દિવસો માં સર્જાશે જળબમ્બાકાર ની સ્થિતિ..ગુજરાત…
ભારત માં અત્યાર ના દિવસો માં વરસાદી માહોલ જોરશોર માં ચાલી રહ્યો છે. ઘણા વિસ્તારો માં ગંભીર સ્થિતિ નું નિર્માણ થવા પામ્યું છે. એવામાં ફરી હવામાન વિભાગે ભારત ના ઘણા રાજ્યો માં મુશળધાર વરસાદ વરસવાની આગાહીઓ કરી છે. ભારતીય મોસમ વિભાગે આગામી દિવસો માં કેટલાક રાજ્યો માં ભારે થી અતિભારે વરસાદ ના પગલે લોકો ને સાવચેત રહેવા ની સલાહ આપી છે.
આગળ ના ચાર દિવસો માં મોસમ વિભાગ ના જણાવ્યા મુજબ રાજસ્થાન, પંજાબ, હરિયાણા અને ઉત્તરપ્રદેશ માં ભારે વરસાદ ની ચેતવણી જારી કરેલી છે. આ ઉપરાંત અન્ય રાજ્યો જેમાં ગુજરાત, કોંકણ, વિદર્ભ, છત્તીસગઢ, પૂર્વ મધ્યપ્રદેશ, કર્ણાટક ની સાથે કિનારા ના રાજ્યો તેલંગાણા ના કેટલાક વિસ્તારો માં મધ્યમ વરસાદ વરસવાની ચેતવણી આપી છે.
IMD ના જણાવ્યા મુજબ આગામી 28 અને 29 જુલાઈ ના રોજ હિમાચલ પ્રદેશ, આસામ, ઉત્તરાખંડ, અરુણાચલ પ્રદેશ માં મુશળધાર વરસાદ વરસવાની સંભાવનાઓ વ્યક્ત કરવામાં આવેલી છે. તામિલનાડુ અને પોન્ડિચેરી માં 29-જુલાઈ સુધી મધ્યમ વરસાદ વરસવાની શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી છે. બીજી તરફ ભારત ની રાજધાની દિલ્હી ની વાત કરીએ તો દિલ્હી વાસીઓ ને પણ ગરમી થી રાહત મળી ચુકી છે.
આખા અઠવાડિયામાં દિલ્હી માં રીમઝીમ વરસાદ વરસવાની શક્યતાઓ મોસમ વિભાગે વ્યક્ત કરેલી છે. આમ આખા ભારત માં હાલ તો મોસમ વિભાગે ભરપૂર માત્રા માં વરસાદ વરસશે તેવી સંભાવનાઓ વ્યક્ત કરવામાં આવેલી છે. ઠેર ઠેર પાણી ભરવાના અનેક વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થતા જોવા મળતા હોય છે. ઘણા નીચાણવાળા વિસ્તારો માં તો ઘરો માં પાણી ઘુસી જવાની પણ પરિસ્થિતિ નું સર્જન થઇ રહ્યું છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજરાત નો આવાજ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજરાત નો આવાજ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!