રક્ષાબંધન પહેલા જ બે બહેનોએ 20-વર્ષ નો એકનો એક ભાઈ ગુમાવતા આખુંય પરિવાર હીબકે ચડ્યું…
આપણા સમાજ માંથી રોજબરોજ એવા એવા આત્મહત્યા ના કેસ અથવા તો ખૂનખરાબા ના કેસો સામે આવતા જ હોય છે. એવામાં એક દર્દનાક ઘટના ભોપાલ થી સામે આવી છે જેમાં પોલીસ ને પ્રાથમિક તપાસ માં આ એક આત્મહત્યા નો કેસ લાગી રહ્યો છે પરંતુ આ એક 20-વર્ષ ના વિદ્યાર્થી ના મૃત્યુ બાદ તેના પિતા અને મિત્રો ના વોટ્સએપ પર એક એવો સ્ક્રીનશોર્ટ આવ્યો હતો કે આ કેસ માં જાણવું મુશ્કિલ છે કે ખરેખર આ વિદ્યાર્થી એ આત્મહત્યા જ કરી છે કે કેમ? આ બનાવ ભોપાલ-નર્મદપુરા નો છે.
વધુ વિગતે જાણી એ તો સીવની માલવાના રહેવાસી ઉમાશંકર રાઠોડ નો 20-વર્ષીય પુત્ર નિશાંક રાઠોડ કેજે ભોપાલ ની ઓરિએન્ટલ કોલેજ માં બી.ટેક ના પાંચ માં સેમેસ્ટર માં અભ્યાસ કરતો હતો. નિશાંક ને બે બહેનો છે. ભાઈ ના જવાથી બહેનો ને ભારે આઘાત લાગ્યો છે. નિશાંક ની લાશ રવિવારે રાત્રે રેલવે ટ્રેક પરથી મળી હતી. રવિવારે રાત્રે જ નિશાંક ના પિતા અને તેના મિત્રો ના વોટ્સએપ પર નિશાંક ના ઇન્સ્ટાગ્રામ આયડી નો એક સ્ક્રીનશોર્ટ આવ્યો હતો. જેમાં વિદ્યાર્થી નો ફોટો હતો અને તેમાં લખેલું હતું કે, ગુસ્તાખએ-નબીના ની માત્ર એક જ સજા માથું શરીર થી જુદું…આ બાદ અનેક અટકળો જોવા મળી છે.
નિશાંક ના મૃત્યુ બાદ તેના અન્ય મિત્રો તરફ થી જાણવા મળ્યું હતું કે, નિશાંક ના ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ આયડી ની માહિતી તેના એક મિત્ર માત્ર પ્રખર ને જ હતી. પોલીસે આ બાબતે હાલ તો આત્મહત્યા માની રહી છે. નિશાંક પહેલા ઇન્દ્રપુરી હોસ્ટેલ માં બે વર્ષ રહ્યો હતો હાલ માં તે તેના મિત્રો સાથે જવાહર ચોક શાસ્ત્રી નગર માં રહેતો હતો. નિશાંક શેરબજાર માં ભરપૂર રોકાણ કરતો હતો તેના આધારે પ્રાથમિક તપાસ માં શેર બજાર માં રૂપિયા ડૂબી જવાને આત્મહત્યા નું પગલું ભર્યું હોવાનું બહાર આવ્યું છે.
નિશાંક ને ડ્રાયવિંગ નો ખુબ જ શોખ હતો. તેના પિતા એ તેની ગાડી ઘર માં મૂકી દીધી હતી તો તે દિવસ ના 480-રૂપિયાનું ભાડું ચૂકવીને બાઈક ભાડે ચલાવતો હતો. નિશાંક ના પિતરાઈ ભાઈ શશાંકે જણાવ્યું કે, રવિવારે સાંજે તેણે નિશાંક ને ફોન કર્યો હતો પરંતુ ત્યારે તે ફોન ઉપાડતો ન હતો. જયારે તેના મૃત્યુ ની જાણ થઇ ત્યારબાદ પણ તેનો ફોન શરુ જ હતો.
પોલીસ તપાસ માં બહાર આવ્યું કે, ભોપાલ થી રાયસેન સુધી ના સીસીટીવી ફૂટેજ માં નિશાંક એકલો સ્કૂટી લઈને જતો હતો. ટીટી નગર ના ટી.આઈ ચેન સિંહ રઘુવંશી એ જણાવ્યું કે, કેમેરા માં જોવા મળ્યું હતું કે નિશાંક તેની ગાડી માં 450 રૂપિયા નુ પેટ્રોલ પણ પૂરાવતો હતો ત્યારે પણ તે એકલો જ હતો. હવે આ બધી વિગતો પરથી ઘણી બધી અટકળો સામે આવતી જોવા મળે છે. ખરેખર નિશાંક સાથે શું થયું તે તો હવે પોલીસ તપાસ ની આગળ ની કાર્યવાહી પરથી જ ખ્યાલ આવી શકે છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજરાત નો આવાજ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજરાત નો આવાજ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!