ખલબલી મચાવતી ઘટના ! ગુજરાત માં દેશી દારૂ ની પોટલી પીવાથી 8-લોકો ના નિર્દય મોત..મૃત્યુ આંક વધવાની સંભાવના…
ગુજરાત માં દારૂ બંધી હોવા છતાં ગુજરાત વાસીઓ ભરપૂર માત્રા માં દારૂ નો નશો કરતા હોય છે. લગ્ન પ્રસંગ હોય કે અન્ય કોઈ ખુશી નો માહોલ ગુજરાતવાસીઓ દારૂ ભરપૂર માત્રા માં ઘટઘટાવી જતા હોય છે. પણ અનેક કેસો એવા સામે આવતા હોય છે કે લોકો દારૂ ના રવાડે ચડી જતા ઘર પરિવાર અને અન્ય બધી આર્થિક રીતે બરબાદ થઇ જતા હોય છે. તાજેતર માં દેશી દારૂ ના પીવાના લીધે કેટલાક લોકો ના મૃત્યુ થવાના સમાચારો સામે આવ્યા છે. અને ઘણા લોકો સારવાર હેઠળ છે.
વધુ વિગતે જાણી એ તો બોટાદ જિલ્લા ના બરવાળા ના રોજિદ ગામ માં ઝેરી દારૂ નું સેવન કરવાના કારણે 8-લોકો મૃત્યુ ને ભેટ્યા છે. અનેક લોકો ને ઝેરી દારૂ ની અસર થવાના કારણે ગામમાં અફરાતફરી નો માહોલ સર્જાયો હતો. બોટાદ જિલ્લા માંથી આવી ઘટના સામે આવતા દર્દીઓ ને તાત્કાલીક ભાવનગર ની સર્ટી હોસ્પિટલ માં ખસેડવામાં આવ્યા હતા. ઝેરી દારૂ ના સેવન થી રોજિદ ગામના 2-લોકો મૃત્યુ પામ્યા હતા.
કુલ 8-લોકો ના મૃત્યુ થઇ જતા ની સાથે જ બોટાદ એસપી અને ડીવાયએસપી નો કાફલો ઘટના સ્થળ પર પહોંચી ગયો હતો. ભાવનગર માંથી તાત્કાલિક ડોક્ટરો ની ટિમ ને ઘટના સ્થળ પર રવાના કરવામાં આવી હતી, ભાવનગર અને બોટાદ ની હોસ્પિટલ માં પણ અનેક દર્દીઓ ને એડમિટ કરવામાં આવ્યા હતા. વધુ વિગતે પ્રાથમિક તપાસ માં બહાર આવ્યું કે નભોઈ ગામે થી તમામ લોકો એ દારૂ ની સેવન કર્યું હતું.
આ સાથે ઘટસ્ફોટ થયો કે, અગાઉ ઘણી વાર રોજિદ ગામમાં દેશી દારૂ ના ગોરખ ધંધા ને ડામવા ગ્રામજનો એ પંચાયત ને પત્ર લખી જાણ પણ કરી હતી પરંતુ કઈ નિકાલ આવ્યો ન હતો. દેશી દારૂ ના સેવન થી લોકો મૃત્યુ પામતા પરિવારો માં ભારે ગમગીન વાતાવરણ છવાયું હતું. હોસ્પિટલ માં દર્દીઓ ની તબિયત જોતા હજુ મૃત્યુ આંક વધી શકે તેવી સંભાવનાઓ જોવા મળી હતી.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજરાત નો આવાજ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજરાત નો આવાજ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!