શું ખરેખર કરીના કપૂર તેની નણંદ સોહા અલી ખાન થી ડરે છે? કરીના કપૂરે કર્યો એવો ખુલાસો કે……..
બૉલીવુડ ના સ્ટાર સોશિયલ મીડિયા પર ચર્ચા માં જોવા જ મળે છે. સેફઅલીખાન અને તેની પત્ની કરીનાકપૂર ખાન સોશિયલ મીડિયા પર અવનવા વિડીયો ફોટો બનાવીને મુકતા હોય છે. સેફઅલીખાન ના પત્ની કરીના કપૂર સાથે આ બીજા લગ્ન છે. 2012 ના વર્ષ માં બન્ને એ લગ્ન કર્યા હતા. અને હાલમાં તેને બે પુત્રો છે જેના નામ તૈમુર અને જહાંગીર છે. બન્ને એ ઘણી બધી સુપરહિટ ફિલ્મો આપી છે.
સેફલીખાન ની ફેમિલી વિશે વાત કરી એ તો કરીના કપૂર ની સાસુ સાસુ શર્મિલા ટાગોર અને નણંદ સોહા અલી ખાન અને સબા અલી છે. કરીના કપૂર અને તેની નણંદ સોહા આલી ખાન વચ્ચે ખબ જ સારા એવા સંબંધ જોવા મળે છે. બન્ને એકબીજા સાથે સારી રીતે વ્યવહારુ રહે છે. અને બન્ને સાથે વેકેશન એન્જોય કરતા કે ગમે તે પ્રોગ્રામ સેલિબ્રેશન કરતા હોય છે. બન્ને એકબીજા સાથે બહેનો ની જેમ રહે છે પણ કરીના કપૂર ના મનમાં ક્યાંક ને ક્યાંક નણંદ સોહા અલી ખાન નો ડર હોય તેવું લાગે છે.
જયારે કરીના કપૂર સેફલી ખાન અને નણંદ સોહા અલી ખાન સાથે હોય ત્યારે કરીના કપૂર વાત કરતા પણ ખચકાટ અનુભવે છે. પણ હવે બન્ને એક સારા મિત્ર ની જેમ રહે છે અને એકબીજા ની વાતો સમજી શકે છે. સોહા અલી ખાન અને સેફઅલીખાન વાતો કરતા હોય ત્યારે ઉચ્ચ લેવલે અંગ્રેજી ભાષા માં વાતો કરતા હોય છે. આ બંને ભાઈ-બહેનોને અંગ્રેજી સાહિત્ય સિવાય રાજકારણ, વિશ્વ ઇતિહાસ અને વિજ્ઞાનમાં ઘણો રસ છે.
સોહા અલી ખાન ના પતિ કુણાલ ખેમુ એ કહ્યું કે ક્યારેક સોહા એવું અંગ્રેજી બોલે કે બાદ માં તેને સમજવમાં ગુગલ નો સહારો લેવો પડે છે. સોહા અલી ખાને ઓક્સફર્ડ યુનિવર્સીટી માં અભ્યાસ કરેલો છે. બન્ને ને વાંચવાનો ખુબ જ શોખ છે સોહા અને સેફલી અવનવા પુસ્તકો વાંચતા હોય છે. તાજેતરમાં જ કરીના કપૂર ખાને તેના સમગ્ર પટૌડી પરિવાર સાથે ઈદની ઉજવણી કરી હતી. અને તે દરમિયાન આખા પરિવારે આની ઉજવણી ના ફોટા સોશિયલ મીડિયા પર શેર કર્યા હતા.