Gujarat

ખંભાત ના એક જ ગામના એક સાથે 3 યુવાનો ના રોડ અકસ્માત માં મોત થતા આખું ગામ હીબકે ચડિયું. જાણો આખી ઘટના.

Spread the love

ગુજરાત માં અવારનવાર અકસ્માત ના કિસ્સાઓ સામે આવતા જ રહે છે. અને તેનો ભોગ અનેક લોકો બને છે. લોકો એટલી સ્પીડે ગાડી ચલાવતા હોય કે તેનો ભોગ અનેક લોકો બને છે. ક્યારેક અકસ્માત નો ભોગ કોઈ નિર્દોષ વ્યક્તિઓ પણ બનતા હોય છે. એવી જ એક ઘટના ગુજરાત માં બની છે. એક સાથે 3 મિત્રો રોડ અકસ્માત માં મૃત્યુ પામે છે. અને તેના પરિવાર શોક ની લાગણી માં ગરકાવ થાય છે.

આણંદ જિલ્લાના ખંભાત તાલુકાના ઉંદેલ ગામના કૃષિલભાઇ વિપુલભાઇ પટેલ, કિશનભાઇ પંકજભાઇ પટેલ, શંશાકભાઇ મહેશભાઇ પટેલ, હર્ષિતભાઇ ભૂપેન્દ્રભાઇ પટેલ તથા ભરતભાઇ પટેલ કાર લઇને ઉજ્જૈનના ભગવાન મહાકાલના દર્શન કરવા ગયા હતા. ઉજ્જેન થી દર્શન કરીને પરત ફરતી વેળા એ લોકો અકસ્માત નો સામનો કરવો પડે છે.

ઉજ્જેન થી પરત ફરતી વેળા એ ગોધરાના ઓરવાડા પાસે પુરપાટ ઝડપે જતી કાર ડિવાઇડર તોડીને સામેથી આવતા ટ્રેલર સાથે અથડાતા ઘટના સ્થળે જ 3 મિત્રો એકસાથે મૃત્યુ પામે છે. બીજા બે યુવકો ને સારવાર માટે વડોદરા ખસેડવામાં આવ્યા હતા. ઘટના સ્થળે મૃત્યુ પામતા લોકો માં ‎કિશનભાઇ પંકજભાઈ પટેલ (28-વર્ષ), કૃષીલભાઈ ​​​​​​​વિપુલભાઈ પટેલ(25-વર્ષ) અને શશાંકભાઈ મહેશભાઈ પટેલ(30-વર્ષ) નું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું.

આ અકસ્માત માં બે મિત્રો ઇજા પામ્યા હતા જેમાં હર્ષિત ભૂપેન્દ્રભાઈ પટેલ (35-વર્ષ) અને ‎ભરતભાઈ યોગેશભાઇ પટેલ (27-વર્ષ) ઘાયલ થતા સારવાર લઇ રહ્યા છે. એક જ ગામના એક સાથે 3 યુવાનો નું મોત નિપજતા આખું ગામ હીબકે ચડ્યું હતું. મૃત્યું પામનાર યુવાનો ની અંતિમ યાત્રા પણ એકસાથે નીકળી હતી. ગામના લોકો મોટી સંખ્યા માં ઉમટી પડયા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *