ગુજરાત ની ગાયિકા કિંજલ દવે ની સગાઇ શું ખરેખર તૂટી ગઈ? જાણો પુરી હકીકત અને શા માટે,
ચાર ચાર બંગડીવાળી ગાડી ના ગીત થી પ્રખ્યાત ગાયિકા એટલે કિંજલ દવે. આજે કિંજલ દવે માત્ર ગુજરાત રાજ્ય પૂરતી જ નહીં વિદેશમાં પણ ખૂબ ફેમસ થઈ ચૂકી છે. વિદેશમાં જઈને વસતા લોકોમાં અને કાર્યક્રમો તે આપતી રહે છે અને પોતાના ગીતોની રમઝટ થી લોકોને જુમાવી દેતી હોય છે.
પરંતુ હાલમાં કિંજલ દવે વિશે એક સમાચાર વાયુવેગે ફેલાઈ ચૂક્યા છે. અમુક મીડિયાના અહેવાલો મુજબ જાણવા મળ્યું કે ગાયિકા કિંજલ દવે એ પવન જોશી સાથેની સગાઈ તોડી નાખી છે તેવા સમાચાર અમુક સોશિયલ મીડિયા ઉપર અને અમુક સાઈટ ઉપર જોવા મળે છે. જી 24 કલાકના અહેવાલ અનુસાર જાણવા મળ્યું કે કિંજલ દવે અને પવન જોશી ની સગાઈ સાટા પદ્ધતિ અનુસાર થઈ હતી.
આથી કિંજલ દવે ના ભાઈ આકાશ દવે ની સગાઈ પવન જોશીની બહેન સાથે કરવામાં આવી હતી. પરંતુ પવન જોશીની બહેને અન્ય સાથે કોર્ટ મેરેજ કરી લીધા હતા. આથી સૂત્ર દ્વારા જાણવા મળ્યું કે કિંજલ દવે ની સગાઈ પણ પવન જોશી સાથે તૂટી ગઈ છે અને એવામાં કિંજલ દવેના instagram એકાઉન્ટ ઉપરથી પવન જોશી ના તમામ તસવીરો પણ ડીલીટ થઈ ચૂકેલી જોવા મળે છે. આ વાત અંગે કોઈ પણ જાતનો ખુલાસો ગાયિકા કિંજલ દવે કે પવન જોશીએ કરેલ નથી.
પાંચ વર્ષ પહેલા કિંજલ દવેની સગાઈ તેના બાળપણના મિત્ર પવન જોશી સાથે થઈ હતી. ખૂબ જ સંઘર્ષ ભરેલા જીવન માંથી પસાર થયેલી કિંજલ દવે આજે ખૂબ મોટું નામ હાંસલ કરેલ છે. પરંતુ આ ઘટના સામે આવતા અન્ય કલાકારોમાં પણ ચર્ચા નો વિષય બની ચૂકી છે. કિંજલ દવે અનેક કાર્યક્રમો આપતી હોય છે અને તેની લોકચાહના પણ ખૂબ મોટી જોવા મળે છે. લોકો ને આ સમાચાર સાંભળવા મળતા કિંજલ દવે પ્રત્યે અનેક ભાવ પ્રગટ કરી રહ્યા છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજરાત નો આવાજ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજરાત નો આવાજ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!