India

વોટરપાર્ક ના સ્વિમિંગ પુલ માં એવી ભયાનક ઘટના બની કે વિડીયો જોઈ તમે હોંશ ખોઈ બેસશે, જુઓ વિડીયો.

Spread the love

હાલમાં ગરમીનો માહોલ ધીરે ધીરે શરૂ થતો જોવા મળે છે. એવામાં લોકો ગરમીથી રાહત મેળવવા ખાસ કરીને વોટરપાર્કની મજા માણતા જોવા મળે છે. પરંતુ આપણે સૌ લોકો જાણીએ છીએ તેમ વોટરપાર્કના અનેક વિડીયો વાયરલ થતા હોય છે. જેમાં ક્યારેક એવી મોટી દુર્ઘટના બની જતી હોય છે કે જેના લીધે લોકોના જીવ પણ જતા હોય છે.

ઝાલાવાડ માંથી એક એવો જ વિડિયો સામે આવ્યો છે જેમાં એક વ્યક્તિ ઉપર એવી મુસીબત આવી પડી કે જેને જોઈને તમે પણ દંગ રહી જશો. આ વિડીયો કોટા રોડ ઉપર આવેલા મુકુંદ્રા વોટરપાર્ક નો જાણવા મળ્યો છે. વીડિયોની વાત કરવામાં આવે તો વોટરપાર્કમાં સ્વિમિંગ પૂલમાં ઘણા બધા વ્યક્તિઓ વોટરપાર્ક ની મજા માણી રહ્યા હતા. એવામાં પણ એક મહિલા સ્લાઈડર સાથે લસરપટ્ટી માંથી પુલમાં આવતી હોય છે.

જેમાં એક વ્યક્તિ સ્વીમીગ પુલ માં હોય છે મહિલા જ્યારે ઉપરથી નીચે આવી રહી હોય છે ત્યારે વ્યક્તિનું ધ્યાન બીજી તરફ હોય છે. આથી મહિલા જ્યારે આવી ત્યારે મહિલા સ્વીમીંગ પુલમાં ઊભા રહેલા વ્યક્તિ સાથે અથડાય છે અને ડાયરેક્ટ વ્યક્તિ પાણીની અંદર ચાલ્યો જાય છે. થોડા સમય માટે લોકોને થાય છે કે વ્યક્તિ મજાક કરે છે. પરંતુ ત્યારબાદ વ્યક્તિ બહાર ન આવતા લોકોએ તેને બહાર લાવ્યા તો વ્યક્તિ જેવો બહાર આવ્યો કે તેના કાનમાંથી લોહી વહેવા લાગ્યું હતું.

અને પાણી પણ લોહીવાળું થઈ ગયું હતું .આ જોતા ની સાથે જ લોકો એકઠા થઈ ચૂક્યા હતા અને ઝડપથી વ્યક્તિને ઇજાગ્રસ્ત હાલતમાં પુલમાંથી બહાર કાઢ્યો હતો. આ બાદ દર્દનાક માહોલ સર્જાઈ ચુક્યો હતો. આ બાબતની જાણ ઝાલાવાડના કોતવાલી પોલીસ સ્ટેશનના સીઆઇ બલવીરસિંહ ને કરવામાં આવી હતી પરંતુ આ મામલે તેને કોઈપણ પ્રકારની માહિતી મળી ન હતી તે વખતે ખુલાસો કર્યો હતો અને કહ્યું હતું કે ઘાયલ યુવક નો પતો પણ લાગ્યો ન હતો.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજરાત નો આવાજ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજરાત નો આવાજ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *