એરફોર્સ ના ઓફિસર, ભાવનગર ના વતની જયદતસિંહે ટ્રેનિંગ સમયે ફાંસો ખાય મોત ને વ્હાલું કર્યું..
ભારત માં રોજબરોજ આપઘાત ના કિસ્સાઓ સામે આવે છે. પરંતુ, હાલ જે આપઘાત નો કેસ સામે આવ્યો છે. તેને સાંભળીને તો આખો દેશ દુઃખ માં ગરકાવ થઈ જાય તેવો કેસ છે. ભારત ના યુવાનો નું નાનપણ થી સપનું હોય છે કે, તે ભારતીય સેના માં જોડાય. આને માટે તેઓ યુવાન થતા જ તે તેની તનતોડ તૈયારી શરુ કરી દેતા હોય છે. અને પોતાનું સપનું પૂરું કરે છે. હાલ ભાવનગર ના વતની એવા જયદત્તસિંહ પ્રદ્યુમ્નસિંહ સરવૈયા એ એર્રોફોર્સ માં ટ્રેનિંગ દરમિયાન ગ્વાલિયર ખાતે પોતાની હોસ્ટેલ માં આપઘાત કરી લીધો છે.
જયદત્તસિંહ ઇન્ડિયન એરફોર્સ માં ક્લાસ 1 રેન્ક ના અધિકારી હતા. તેણે આ અજુગતું પગલું ભરતા ભારે ચકચાર મચી જવા પામી છે. ઇન્ડિયન એરફોર્સ માં સૌથી અઘરી ગણાય તેવી પરીક્ષા પાસ કરીને તે એરફોર્સ માં જોડાયા હતા. જયદત્તસિંહ સરવૈયા પહેલા બેંગ્લોર માં ટ્રેનિંગ લઇ રહ્યા હતા. ત્યારબાદ રજા મળતા તે ભાવનગર આવ્યા હતા. અને ત્યારબાદ તેની ટ્રેનિંગ ગ્વાલિયર માં શરુ થઇ હતી.
બુધવારે વહેલી સવારે તેણે હોસ્ટેલ ના રૂમ માં ગળાફાંસો ખાય ને આપઘાત કરી લીધો હતો. માત્ર 25 વર્ષ ની ઉમર માં જ આ પગલું ભરતા પરિવાર ગમ માં આવી ગયો. પરિવાર ને જાણ થતા તે મૃતદેહ લેવા ગ્વાલિયર રવાના થયા હતા. આજે તેમનો મૃતદેહ ભાવનગર માં તેના વતન માં લાવ્યા બાદ અંતિમસંસ્કાર કરવામાં આવશો. તેમના પિતા પ્રદ્યુમ્નસિંહ ખેતી નું કામ અને રિયલ એસ્ટેટ ના કામ માં જોડાયેલા છે. તેના નાનભાઈ પરંજય અમદાવાદ મેડિકલ નો અભ્યાસ કરે છે.
તેમના કાકા કૃષ્ણદેવસિંહે જણાવ્યું કે, તેની સાથે ઘણી વાર વાત થતી ત્યારે તે કહેતો કે તેને નોકરી નું ટેંશન ખુબ છે. માટે તેણે નોકરી ના પ્રેશર માં આવી ને આ પગલું ભરેલું હોય શકે છે. તેમના પિતા નો 14 મી તારીખે જન્મદિવસ હતો. પિતા ને જન્મદિવસ ની શુભેરછા પણ તેણે પાઠવી હતી. અને તેની એક ડાયરી મળી છે. તેમાં લખેલું છે કે, ”હેપ્પી બર્થડે પપ્પા” નાની ઉમર માં જ તેણે મૃત્યુ ને વ્હાલું કરી લીધું.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજરાત નો આવાજ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજરાત નો આવાજ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!