આંતકવાદીઓ સાથે ની અથડામણ માં વીર જવાને શહીદી વહોરી લીધી, જાણવા મળ્યું કે આંતકવાદી સાથે…
મધ્યપ્રદેશ રાજ્ય ના છીંદવાડા જિલ્લા નો એક જવાન સેન્ય અભિયાન દરમિયાન કુપવાડા માં શહિદ થઇ ગયો છે. જમ્મુ કશ્મીર ના કુપવાડા ના સેક્ટર માં આંતકવાદીઓ સાથે ની અથડામણ માં છીંદવાડા નો એક વીર જવાના દેશ ને માટે શહીદ થઈ ગયો છે. આ વાત ની જાણ જવાન ના ગામ માં પહોંચતા ની સાથે જ ગામ માં ભારે ચકચાર થવા પામી છે.
શહિદ થયેલા વીર જવાન ભારત યદુવંશી ની પત્ની ચાર મહિના થી પ્રેગ્નેટ છે. અને તેના ઘરે બે દીકરીઓ છે. બન્ને દીકરીઓ ની ઉમર ચાર વર્ષ અને બે વર્ષ છે. શહીદ યદુવંશી ના અંતિમ સંસ્કાર તેના ગામ ગૃહગ્રામ માં 17-જૂને એટલે કે આજે કરવામાં આવશે. જાણવા મળ્યું કે, છીંદવાડા ગામ ના શંકર ખેડા ગામ ના રહેવાસી 28 વર્ષ ના જવાન ભારત યદુવંશી જમ્મુ કાશ્મીર ના કુપવાડા સેક્ટર માં ડ્યુટી પર હતા.
બુધવાર સાંજે 4 વાગે દૂર્ગમુલા વિસ્તાર માં આંતકવાદીઓ સાથે ની અથડામણ માં શાહિદ થયા હતા. મધ્યપ્રદેશ ના મુખ્યમંત્રી શિવરાજસિંહ ચૌહાણે ટ્વીટર દ્વારા તેમને શ્રદ્ધાંજલિ પાઠવી હતી. અને સાથોસાથ પૂર્વ મુખ્યમંત્રી કમલનાથ ને ઓન શ્રદ્ધાંજલિ પાઠવી હતી.ભારત યદુવંશી ના લગ્ન 2017 માં ઉર્મિલા સાથે થયા હતા. ભારત 20 દિવસ પહેલા જ રજા ભોગવી ને ડ્યુટી પર ગયા હતા.
પુત્ર ના શહિદ થવા ના કારણે માતા ની તબિયત પણ ખરાબ થઇ ચુકી છે. ભારત યદુવંશી ના પિતા ખેતી નું કામ કરે છે. તેના ભાઈ નારદ યદુવંશી પણ ભારતીય સેના માં જ છે. અને તે પુલવામાં વિસ્તાર માં ડ્યુટી બજાવે છે. આજે ભારત ના અંતિમસંસ્કાર રાષ્ટ્રીય સન્માન ની સાથે તેના ગામ માં કરવામાં આવશે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજરાત નો આવાજ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજરાત નો આવાજ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!