‘શાર્ક ટેન્ક ઇન્ડિયા’ના જજ અનુપમ મિત્તલે દીકરી ના જન્મદિવસ ની સુંદર તસવીરો કરી શેર,,જુઓ અદભુત તસ્વીર.
આપણા ભારત દેશમાં ટીવી ઇન્ડસ્ટ્રી અને બોલીવુડ ઇન્ડસ્ટ્રીઝ સાથે સંકળાયેલા એક્ટર કોઈને કોઈ વાતે સમાચારોમાં હેડલાઈન બનાવે છે. શાર્ક ટેક ઇન્ડિયા ના જજ અનુપમ મિત્તલ પોતાની આગામી સિઝનને લઈને તૈયારીમાં વ્યસ્ત જોવા મળે છે. પરંતુ અનુપમ મિત્તલે તેના instagram એકાઉન્ટ ઉપર તેની પુત્રી એલિસા ના જન્મદિવસ નિમિત્તેની ખૂબ જ સુંદર તસવીરો શેર કરી છે.
જેમાં આખું પરિવાર અને અન્ય લોકો ખૂબ જ સુંદર રીતે તૈયાર થઈને જોવા મળે છે. વધુ વિગતે વાત કરીએ તો અનુપમ મિત્તલે તેના instagram એકાઉન્ટ ઉપર ત્રણ ડિસેમ્બર 2022 ના રોજ પુત્રીના જન્મદિવસની કેટલીક તસવીરો શેર કરી હતી. તસવીરોમાં જોવા મળે છે કે પુત્રીની પાર્ટી માં તેને મરમેડ થીમ ઉપર આધારિત રાખી હતી. પાર્ટીની થીમને ધ્યાનમાં રાખીને સ્થળ ઉપર વાદળી, જાંબલી અને ગુલાબી રંગના ફુગ્ગાઓથી આખા જન્મદિવસના સ્થળને ખૂબ જ સુંદર રીતે શણગારવામાં આવેલું જોવા મળે છે.
અનુપમ ડાર્ક પર્પલ પ્રિન્ટેડ શર્ટમાં જોવા મળે છે. તો તેની પત્ની કે જે ભૂતપૂર્વ bigg boss ની સ્પર્ધક પણ રહી ચકેલી છે તે આંચલ જાંબલી નેટ ડ્રેસમાં ખૂબ જ સુંદર લાગતી જોવા મળે છે. પતિ પત્ની એ બર્થ ડે પાર્ટીમાં ચાર ચાંદ લગાવી દીધા હતા. તો તેની પુત્રી એલિસા વાદળી રંગના ફ્રોકમાં ખૂબ જ સુંદર લાગી રહી છે. જન્મદિવસના ઉજવણીના ભાગરૂપે તેના મિત્રો પણ આવેલા જોવા મળે છે અને કેક કટીંગ કાપીને જન્મદિવસની સુંદર રીતે ઉજવણી કરતા જોવા મળે છે.
અનુપમે આ ફોટો શેર કરતા તેને કેપ્શન માં લખ્યું હતું કે, હમ ભી અગર બચ્ચે હોતે નામ હમારા હોતા બબલુ બબલુ ખાને કો મિલતે લડડું ઓર દુનિયા કહેતી જન્મદિવસની શુભકામનાઓ. આમ અનુપમે ખૂબ જ સુંદર રીતે કેપ્શન લખેલું જોવા મળે છે. તેના ચાહકો તેની પુત્રીને જન્મદિવસની શુભકામનાઓ પાઠવતા જોવા મળે છે. અનુપમ તેના શો શાર્ક ટેક ઇન્ડિયા ની બીજી સિઝન શરૂ કરવા જઈ રહ્યા છે તેમાં તે ખૂબ જ વ્યસ્ત જોવા મળે છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજરાત નો આવાજ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજરાત નો આવાજ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!