રાજુલા- રાજભા ગઢવી સાથે કમા એ ડાયરામાં કરી ધમાકેદાર એન્ટ્રી, ડાયરા માં લોકો એ સ્ટેજ પર રૂપિયાની ચાદર બિછાવી દીધી. જુઓ વિડીયો.
આપણા ગુજરાતમાં અવારનવાર ડાયરાના પ્રોગ્રામ થતા જ રહે છે. આપણા ગુજરાતના ડાયરા કલાકારો માત્ર ગુજરાતમાં નહી પરંતુ ગુજરાતની બહાર વિદેશમાં પણ જાણીતા બની ચૂકેલા છે. વિદેશમાં જઈને પણ ગુજરાતના કલાકારો ડાયરાના કાર્યક્રમો કરતા જોવા મળે છે. હાલ સૌરાષ્ટ્રના અમરેલી જિલ્લાના રાજુલામાં પણ આવો ડાયરાનો કાર્યક્રમ થયો હતો.
જેમાં રાજભા ગઢવી, જીગ્નેશ કવિરાજ સાથે ગુજરાતના દરેક ઘરમાં પ્રખ્યાત થયેલા એવા કમા એ ડાયરા કાર્યક્રમમાં ભાગ લીધો હતો. અમરેલી જિલ્લાના રાજુલામાં લમ્પી વાયરસ ગ્રસ્ત ગાયો ના લાભાર્થે આ ડાયરા નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં રાજભા ગઢવી સહિત જીગ્નેશ કવિરાજે ડાયરાની જમાવટ કરી હતી.
આ ડાયરા નું આયોજન ભાજપના પૂર્વ ધારાસભ્ય હીરાભાઈ સોલંકી દ્વારા કરવામાં આવ્યું હતું. જેમાં રાજભા ગઢવી સાથે ગુજરાતના દરેક ઘર માં પ્રખ્યાત એવા કમા યે એન્ટ્રી પાડીને ડાયરામાં ચાર ચાંદ લગાવી દીધા હતા. આ ડાયરાના કાર્યક્રમમાં લોકોનો ઉત્સાહ એટલો બધો વધી ગયો હતો કે રાજભા ગઢવી સહિત આવેલા તમામ ડાયરા ના કલાકારો પર ડાયરા દરમિયાન હજાર રૂપિયાનો વરસાદ કર્યો હતો.
View this post on Instagram
સાથો સાથ કમાએ પણ આ ડાયરા કાર્યક્રમમાં પોતાનો સંવાદ રજૂ કર્યો હતો. આમ આ ડાયરા માં માં હજારોની સંખ્યામાં લોકો એકઠા થયા હતા. આ સાથે આ ડાયરામાં કોંગ્રેસના ધારાસભ્ય અમરીશ ડેર દ્વારા 1.11 લાખ રૂપિયાનું દાન આપવામાં આવ્યું હતું. આ ડાયરા કાર્યક્રમનો વિડીયો રાજભા ગઢવીએ પોતાના instagram એકાઉન્ટ પર શેર કરેલો છે. જેને જોઈને લોકોએ આ વિડીયો ખૂબ જ નિહાળ્યો હતો. અત્યાર સુધીમાં ઘણા લોકો આ વિડીયો જોઈ ચૂક્યા છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજરાત નો આવાજ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજરાત નો આવાજ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!