India

કાનપુર- કોન્સ્ટેબલ પતિ ને અન્ય સ્ત્રી સાથે ઝડપી પાડતા પત્ની એ પતિ ને ઢીબોડી નાખ્યો..હાઈવોલ્ટેજ ડ્રામા નો વિડીયો જુઓ.

Spread the love

રોજબરોજ આપણા સમાજ માંથી માણસ જાત ને શર્મસાર કરનારા અનેક કિસ્સાઓ સામે આવ્યા જ કરે છે. જેમાં પતિ-પત્ની માંથી કોઈ એક એવા હોય કે તેનું કોઈ અન્ય વ્યક્તિ સાથે ના સંબંધો હોય છે. આવા સંબંધો બોવ લાંબા સમય છુપાવી શકાતા નથી. ક્યારેક ને ક્યારેક સમાજ સમક્ષ ઉઘાડા થઇ જ પડે છે. એવો જ એક કિસ્સો સોશિયલ મીડિયા પર ચર્ચા નો વિષય બન્યો છે. કાનપુર ના નૌબસ્તા પોલીસ સ્ટેશન માં ફરજ બજાવી રહેલા પરિણીત પોલીસ કોસ્ટેબલ ની પત્ની એ પતિ ને કોઈ બીજી સ્ત્રી સાથે રંગેહાથ ઝડપી પાડ્યો હતો.

વધુ વિગતે જાણવા મળ્યું કે, કાનપુર ના નૌબસ્તા પોલીસ સ્ટેશન માં ફરજ પર ના કર્મચારી રાજીવ યાદવ ને તેની પત્ની વિજયરાજ યાદવે તેના પતિ ને એક ફ્લેટ માંથી અન્ય સ્ત્રી સાથે રંગેહાથ ઝડપી લીધા હતા. જયારે પત્ની ત્યાં પહોંચી ત્યારે પત્ની અન્ય સ્ત્રી સાથે હાજર હતો. બાદ માં પતિ અને પત્ની તથા અન્ય સ્ત્રી જે એમાં શામેલ હતી તે લોકો ની વચ્ચે હાય વોલ્ટેજ સીન શરુ થઇ ગયો હતો. પત્ની અને અન્ય સ્ત્રી વચ્ચે ભારે બોલાચાલી થવા પામી હતી. જુઓ વિડીયો.

પત્ની એ પતિ ને અન્ય સ્ત્રી સાથે ઝડપી લીધા બાદ તેણે પતિ વિરુદ્ધ કાનપુર ના નૌબસ્તા પોલીસ મથક માં ફરિયાદ નોંધાવી હતી. પત્ની એ તેના પતિ વિરુદ્ધ અન્ય એક મોટો ખુલાસો કર્યો હતો. જેમાં પત્ની એ કહ્યું કે, તે કોન્સ્ટેબલ હોવા છતાં તેને તેના ઉપ-નિરીક્ષક નું એક ફર્જી આયડી બનાવ્યું હતું. આ આયડી થી તે લાખો રૂપિયા પડાવતા હતા. પત્ની એ પતિ વિરુદ્ધ ફરિયાદ કરી છતાં તેના વિરુદ્ધ ઘણા દિવસો વીત્યા છતાં કઈ એક્શન લેવામાં ન આવતા પત્ની ડીસીપી ની ઓફિસે પહોંચી હતી.

પત્ની ડીસીપી ની સાઉથ ની ઓફિસે પહોંચી ગઈ હતી. જ્યાં ફરિયાદ કરી હતી. આ બાબતે એડિશનલ ડીસીપી સાઉથ મનીષ સોનારકરે જણાવ્યું હતું કે,કોન્સ્ટેબલ રાજીવ યાદવ પરિણીત હોવા છતાં તેણે અન્ય સ્ત્રી સાથે ના સંબંધ બાબતે તેની પત્ની એ ફરિયાદ દાખલ કરી હતી. આ બાબતે એસીપી ગોવિંદનગર ને તપાસ સોંપવામાં આવી છે. પત્ની એ વધુ માં આરોપ મુક્યો કે તેનો પતિ ફર્જી આયડી થી છેલ્લા એક વર્ષ થી લોકો પાસે થી પૈસા પડાવી રહ્યો છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજરાત નો આવાજ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજરાત નો આવાજ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *