રાજકોટ માં વરસાદ નું રોદ્ર સ્વરૂપ ! પાણી ઘરો માં ઘુસી જતા લોકો ત્રાહિમામ..ઠેર ઠેર તળાવ જેવી સ્થિતિ નું નિર્માણ…
ગુજરાત માં વરસાદ નું તાંડવ યથાવત છે. મોટા ભાગ ના જિલ્લાઓ એવા છે કે જ્યાં લોકો ના ઘરો માં પાણી ઘુસી ગયા છે. ગુજરાત માં હજુ આગામી દિવસો માં ભારે વરસાદ ની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. ગુજરાત ના સ્માર્ટ સીટી અમદાવાદ માં રવિવાર સાંજ થી જ ધોધમાર વરસી રરહેલા વરસાદ થી અમદાવાદ નું જીવન અસ્તવ્યસ્ત થઇ ગયું હતું. એવામાં રાજકોટ માં હવે વરસાદ નું રોદ્ર સ્વરૂપ જોવા મળ્યું છે.
રાજકોટ માં સવાર થી વરસી રહેલા અનરાધાર વરસાદ ના પગલે લોકો સવાર થી જ પોતાના ઘરો નો સામના ઉંચે ચડાવવા લાગ્યા હતા. સવાર થી વરસી રહેલા વરરસાદ ના પગલે નીચાણવાળા વિસ્તારો માં લોકો ના ઘરો ની અંદર પાણી ઘુસવાના શરુ થઇ ચુક્યા હતા. રાજકોટ જિલ્લા ના પોપટપરા વિસ્તાર માં આવેલા લાલબહાદુર શાસ્ત્રી નગર માં રહેતા લોકો એ જણાવ્યું કે સવાર થી જ તે લોકો ના ઘર માં પાણી ભરાવાના શરુ થઇ ચુક્યા હતા. લોકો એ પોતાના જરૂરી સમાન ને ઊંચી જગ્યા પર મુકવાનું કામ ચાલુ કરી દીધું હતું.
પૉપટપરા ના લાલબહાદુર શાસ્ત્રી નગર માં લોકો એ પોતાના ઘર માં પાણી ઘુસી જતા પાણી ને ઉલેછીને બહાર કાઢવું પડ્યું હતું. આ બાજુ રાજકોટ ના જામનગર રોડ પર ના ગાયત્રીધામ વિસ્તાર માં પણ આવી જ હતી. લોકો કહે છે કે, ધોધમાર વરસાદ પડતા ની સાથે જ તે લોકો ના ઘરો માં પાણી આવવાનું શરુ થઇ ગયું હતું. લોકો એ આ માટે તંત્ર ને જ જવાબદાર ઠેરવ્યું હતું. લોકો કહે છે કે, જયારે ચૂંટણી આવે ત્યારે નેતાઓ મત લેવા આવે છે. અત્યારે લોકો ના ઘરો માં પાણી ઘુસ્યા ત્યારે લોકો ની દયા કોઈ ને આવતી નથી.
રાજકોટ વાસીઓ વરસાદ ની મજા ખુબ જ માણી રહ્યા છે. પરંતુ લોકો વરસાદ ના પાણી થી ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. લોકો ની ઘરવખરી ને માળિયા પર રસોડા ના પ્લેટફોર્મ પર મુકવાનો વારો આવ્યો છે. રાજકોટ માં સવાર થી વરસી રહેલા વરસાદ ના કારણે સૌરાષ્ટ્ર યુનિવર્સીટિ ના નિયામક નિલેશ સોની એ આજ ના દિવસ માં સૌરાષ્ટ્ર યુનિવર્સીટી માં લેવાનારી તમામ પરીક્ષા રદ કરવાનો નિર્ણય કર્યો હતો. ગુજરાત ના ઘણા વિસ્તારો માં હજુ આગામી 4-5 દિવસ ભારે થી અતિભારે વરસાદ પડવાની શક્યતાઓ કરવામાં આવી છે.
તમે આ લેખ ‘ગુજરાત નો આવાજ’ ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.