EntertainmentIndia

અનરાધાર વરસતા વરસાદ માં ડીજે ના તાલે ઝૂમી રહેલા આ જાનૈયાઓ ની મોજ..વરરાજા ઘોડા પર સવાર…જુઓ વિડીયો.

Spread the love

ભારત માં વરસાદ ની સીઝન ચાલુ થઇ ચુકી છે. પરંતુ, હજુ લગ્ન ની સીઝન બંધ થવાનું નામ લેતા નથી. લોકો અનરાધાર વરસાદ માં પણ લગ્ન કરવા પહોંચી રહ્યા છે. લોકો વરસતા વરસાદ માં ડીજે ના તાલે ઝૂમે છે અને વરરાજા ને પરણવા મંડપ સુધી લઇ જાય છે. એવો જ એક વિડીયો સોશિયલ મીડિયા પર હાલ માં વાયરલ થઇ રહ્યો છે. એક વરરાજા ની જાન અનરાધાર વરસી રહેલા વરસાદ માં મંડપે જતી જોવા મળે છે.

ભારત ના રાજ્ય મધ્ય પ્રદેશ ના બુરહાનપુર નો આ વિડીયો સામે આવ્યો છે. વરરાજા ઘોડા પર છત્રી ના સહારે બેઠા છે. જાનૈયાઓ વરસતા વરસાદ માં ડીજે ના તાલે ઝૂમી રહયા છે. વરસાદ ના કારણે જાનૈયાઓ ની સંખ્યા પણ ઓછી છે. પરંતુ વરસતા વરસાદ માં ડીજે ના તાલે ઝુમવાનો આનંદ પણ અનેરો જોવા મળે છે. આગળ આગળ ડીજે પાછળ જાનૈયાઓ અને તેની પાછળ વરરાજા ઘોડા ઉપર…જુઓ વિડીયો.

ભારત માં હાલ તો બધે જ વરસાદી માહોલ ખુબ જ જામી ચુકેલો છે. એવામાં પહેલા થી લગ્ન ની તારીખ નક્કી કરી બેસેલા લોકો ને શું ખબર કે તેના લગ્ન માં જ વરસાદ ખાબકશે. આ જાન ને વરસાદ માં ડિસ્કો કરતા જોઈ ને આજુબાજુ ઉભેલા અમુક લોકો પણ ડીજે ના તાલે ઝુમતા જોવા મળે છે. લોકો આ વિડીયો જોઈ ને ખુબ જ આનંદ લઇ રહ્યા છે. ભારત માં ઘણા રાજ્યો એવા છે કે, ત્યાં વરસાદ બંધ થવાનું નામ લેતો નથી. ઘણા વિસ્તારો જળબમ્બાકાર થય ચુક્યા છે.

તમે આ લેખ ‘ગુજરાત નો આવાજ’ ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *