India

ટોલ પ્લાઝા પર ધ ગ્રેટ ખલી નો થયો મોટો ઝગડો ગુસ્સે થયેલ ખલી કાર માંથી ઉતર્યા ત્યારબાદ તો જુઓ વિડીયો.

Spread the love

WWE ના મશહૂર ભરર્તીય રેસલર ધ ગ્રેટ ખલી કોઈ ને કોઈ કારણોસર ચર્ચા માં આવતા જ રહે છે. ક્યારેક પોતાના રેસલર ની ફાયટ ના વિડીયો અથવા તો પોતાની એકેડમી ના ઘણા બધા ફની વિડીયો બનાવીને સોશિયલ મીડિયા પર શેર કરતા જ હોય છે. ભારતીય રેસલર ધ ગ્રેટ ખલી નું આખું ભારત દીવાનું છે. કારણ કે તેણે WWE માં જય ને ભારત દેશ ના નામનો ડંકો વગાડી દીધેલ છે. હાલમાં ખલી એવા કારણોસર ચર્ચા નો વિષય બન્યા છે કે, કલ્પના પણ ના કરી હોય.

ધ ગ્રેટ ખલી નો હાલ માં વિડીયો વાયરલ થયેલો છે. જેમાં તે એક ટોલ પ્લાઝા ના કર્મચારીઓ સાથે માથાકૂટ કરતા જોવા મળે છે. આ વિડીયો સોશિયલ મીડિયા પર ખુબ જ ઝડપથી વાયરલ થઇ રહ્યો છે. વિડીયો માં જોવા મળે છે કે ખલી પોતાના સાથી સાથે કાર માં સવાર થઇ ને બેઠો છે. કાર માં બેઠેલા ખલી ની સાથે એક ટોલ પ્લાઝા નો કર્મચારી કોઈ બાબતે ઝગડો કરી રહ્યો હતો.

જાણવા મળ્યું કે, આ વિડીયો બનાવનાર નો દાવો છે કે, ખલી પાસે તેનું આયડી કાર્ડ માંગવામાં આવ્યું તો ખલી એ તેને એક તમાચો ઝીકી દીધો હતો. એવામાં ખલી તેના બચાવ માં કહે છે કે, તે લોકો તેને બ્લેકમેલ કરવાની કોશિશ કરી રહ્યા છે. ખલી એ કહ્યું કે, તે લોકો તેની સાથે ફોટો પડાવવા માટે પોતાની કાર માં ઘુસ્યા હતા. એવામાં ખલી એ ના પાડતા તે લોકો તેને આવી રીતે બ્લેકમેલ કરવા લાગ્યા હતા. જુઓ વિડીયો.

વિડીયો ના અંત માં જોઈ શકાય છે કે, જયારે ખલી ની કાર ને પસાર થવા દેવામાં આવતી નથી. ત્યારે ખલી પોતે ગાડી માંથી નીચે ઉતરે છે અને જાતે બેરીકોડ ને હટાવે છે. જાણવા મળ્યું કે ખલી જલંધર થી કરનાલ તરફ જય રહ્યા હતા ત્યારે આ આખી ઘટના તેમની સાથે બની હતી. ખલી એ થોડા સમય પહેલા જ ભાજપ પાર્ટી ને જોઈન કરેલું છે. લોકો પણ આ વિડીયો ખુબ જ જોઈ ચુક્યા છે.

તમે આ લેખ ‘ગુજરાત નો આવાજ’ ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *