ભયંકર અકસ્માત ! ટ્રક સાથે કાર અથડાતા જન્મદિવસ ઉજવવા જતા ત્રણ યુવાનો ના મૃત્યુ..જન્મદિવસ ના દિવસે જ…
રોજબરોજ અકસ્માત થવાના અનેક કિસ્સાઓ સામે આવ્યા જ કરતા હોય છે. લોકો જયારે ઘરે થી નીકળે છે તે લોકો નો ક્યારે તેના ઘરે છેલ્લો દિવસ બની જાય ખ્યાલ રહેતો નથી. અમદાવાદ-વડોદરા એક્સપ્રેક્સ હાઇવે પર થી અકસ્માત નો એક મોટો બનાવ સામે આવ્યો છે. જેમાં પાંચ મિત્રો માંથી એક નો જન્મ દિવસ હોય ઉજવણી માટે વડોદરા જય રહ્યા હતા. આ સમયે કાર અને ટ્રક વચ્ચે ધડાકાભેર અથડામણ સર્જાય હતી.
વધુ વિગતે જાણવા મળ્યું કે, આણંદ નજીક થી પસાર થતા એક્સપ્રેક્સ વે પર સોમવાર ના રોજ આ ઘટના બની હતી. અમદાવાદ માં રહેતા પાંચ મિત્રો અમન, માર્ક ક્રિશ્ચિયન, ધ્રુમિલ, મંથન દવે અને લક્ષ્મણ પવાર આ મિત્રો કાર લઇ ને અમદાવાદ થી વડોદરા જય રહ્યા હતા. મૃતક અમન નો જન્મદિવસ હતો. ઘરે કેક કાપી ને વડોદરા જવા નીકળ્યા હતા. પણ તેને ક્યાં ખબર હતી તે હવે ઘરે પાછો નહીં ફરી શકે.
જાણવા મળ્યું કે, આ લોકો ની કાર આગળ જય રહેલા એક ટ્રક સાથે અથડાય હતી. કાર અથડાતા ની સાથે જ કાર ના ફૂરચે કૂર્ચા બોલી ગયા હતા. આ ઘટના એટલી ગંભીર હતી કે, અમન અને માર્ક ના તો ઘટના સ્થળ પર જ મૃત્યુ નિપજ્યા હતા. જયારે ધ્રુમિલ ને ઇજા થતા સારવાર અર્થે હોસ્પિટલ ખસેડતા તેનું ત્યાં મૃત્યુ નીપજ્યું હતું. બાકી ના બે મિત્રો મંથન અને અભિષેક ને ગંભીર ઈજાઓ પહોંચી છે. તે સારવાર હેઠળ છે.
આ ઘટના ની જાણ પરિવાર ને થતા પરિવાર ના લોકો ધ્રુસકે ધ્રુસકે રડી પડ્યા હતા. આ ઘટના બાદ રોડ પર ભારે ટ્રાફિક જામ ના દ્રશ્યો સર્જાયા હતા. પોલીસે ઘટના સ્થળ પર આવી ને વધુ તપાસ હાથ ધરી હતી. આવા અનેક કિસ્સાઓ અકસ્માત ના સામે આવતા હોય છે. લોકો ક્યારેક પુરપાટ ઝડપે વાહનો ચલાવતા હોય છે. એમાં મોટા અકસ્માત ને નોતરતા હોય છે.