ખૂંખાર વાઘ અચાનક જ રસ્તા પર આવી ચડ્યો..વાઘ ને જોઈ ને ભલભલા ના પરસેવા છૂટી ગયા. થયું કંઈક એવું કે…જુઓ વિડીયો.
આપણા ભારત માં ઘણા એવા રસ્તાઓ છે કે જે અમુક જંગલ વિસ્તારો માંથી પસાર થતા હોય છે. એટલે કે, આજુબાજુ જંગલો હોય અને વચ્ચે થી હાઇવે પસાર થતો હોય છે. એવામાં ઘણી વાર જંગલી પ્રાણીઓ હાઇવે પર આવી પહોંચતા હોય છે. ક્યારેક ક્યારેક જંગલી પ્રાણીઓ નું આખું ટોળું રસ્તા પર આરામ કરવા બેસી જાય છે. એવામાં લોકો ને રસ્તો ઓળંગવામાં ભારે હાલાકી નો સામનો કરવો પડતો હોય છે.
એક ખુંખાર વાઘ અચાનક એક રસ્તા પર આવી ચડે છે. તેને જોઈ ને લોકો જ્યાં દૂર હતા ત્યાં જ થંભી જવું પડ્યું હતું. આ વિડીયો મહારાષ્ટ્રના ચંદ્રપુર જિલ્લાના બ્રહ્મપુરી શહેર નો છે. જ્યાં એક જંગલ બાજુ થી પસાર થતા રસ્તા પર અચાનક જ એક ખૂંખાર વાઘ રસ્તો ઓળંગવા આવે છે. ખૂંખાર વાઘ ને જોઈ ને લોકો એ પોતાના વાહનો થંભાવી દીધા હતા. જુઓ વિડીયો.
Tiger sighted just 4 kms away from Brahmapuri town in Chandrapur distt of Maharashtra.. At 6 PM on 6th July.. pic.twitter.com/QboEKQFdLJ
— Shrikant 🇮🇳 (@sdjoshi55) July 7, 2022
લોકો એ જેવો વાઘ ને જંગલ માંથી બહાર આવતા જોયો કે તરત જ પોતાની કારો હતી ત્યાં જ ઉભી રાખી. વાઘ આજુબાજુ જોયા વગર શાંતિ થી એક બાજુ થી બીજી તરફ ચાલ્યો ગયો હતો. નજરોનજર વાઘ જોવા વાળા ની તો આંખો ફાટી ગઈ હતી. લોકો એ પોતાના મોબાઇલ ફોન માં આ ઘટના કેદ કરી લીધી હતી. આ વિડીયો ટ્વીટર હેન્ડલ પર શેર થતા જ બે લાખ થી પણ વધુ લોકો ના વ્યુસ મળી ચુક્યા છે.
આવા અનેક જંગલિ પ્રાણીઓ રસ્તા પર આવી જતા લોકો ડરી જતા હોય છે. ક્યારેક હાથીઓ નું ટોળું રસ્તા પર આંતક મચાવતું હોય છે. તો ક્યારેક જંગલ નો રાજા સિંહ રસ્તા પર પરિવાર સાથે આરામ ફરમાવતો જોવા મળે છે. જયારે વાઘ ના દર્શન પ્રત્યક્ષ રીતે થતા હોય ત્યારે ભલભલા ના પરસેવા છૂટી જતા હોય છે. વિડીયો જોઈ ને લોકો પણ ચોકી ઉઠ્યા છે.
તમે આ લેખ ‘ગુજરાત નો આવાજ’ ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.