India

રાજસ્થાન- CRPF ના જવાને પોતે જાતે પોતાને ગોળી મારી..પત્ની-પુત્રી ને બંધક બનાવ્યા બાદ તાબડતોડ હવામાં ફાયરિંગ કરતો રહ્યો…

Spread the love

રાજસ્થાન ના જોધપુર ના પાલડી માં સ્થિત CRPF ના કોન્સ્ટેબલ નરેશ જાટે સોમવાર ની સવારે પોતે જાતે જ પોતાને ગોળી મારી આત્મહત્યા કરી લીધી હતી. તે પોતાના કવોટર માં પોતાની પત્ની અને સાત વર્ષ ની પુત્રી ને બંધક બનાવ્યા બાદ 18-કલાક સુધી હવામાં ફાયરિંગ કરી રહ્યો હતો. નરેશ જાટ પાલી જિલ્લા ના રાજેલા નો રહેવાસી હતો.

આત્મહત્યા બાદ એક જ સવાલ ઉઠી રહ્યો છે કે, શા કારણોસર તેણે આત્મહત્યા કરી? આ બાબતે જોધપુર પોલીસે આ બાબતે તપાસ બાદ કોઈ એવા કારણો રજૂ કર્યા નથી કે, તેની આત્મહત્યા નું કારણ ખબર પડે. વધુ વિગતે માત્ર એટલું જ જાણવા મળ્યું કે, નરેશ જાટ તેના ઉપર ના અધિકારીઓ થી નારાજ હતો. રિપોર્ટ અનુસાર જાણવા મળ્યું કે, કોન્સ્ટેબલ નરેશ જાટ CRPF જોધપુર ના આવાસીય કોલોની માં રહેતો હતો. તેણે તેના ઉચ્ચ અધિકારી પાસે રવિવાર ની રજા ની માંગ કરી હતી. પરંતુ CRPF ના ડીઆઇજી એ તેને રજા માટે ના પાડી હતી.

આ બાદ નરેશ જાટ ખુબ ગુસ્સે થયો અને તેના એક સાથી ને હાથે બચકું ભરી ગયો હતો. ત્યારબાદ ડીઆઇજી એ તેને ઘરે મોકલવાની ચેતવણી આપી હતી. આ ચેતવણી સાંભળી ને નરેશ નો ગુસ્સો વધી ગયો અને તેણે તે રહેતો હતો ત્યાં ના ચોથા માળે જય ને CRPF ની લાઈટ મશીન ગન લઈને હવામાં ફાયરિંગ કરવા લાગ્યો. તેણે તેની પત્ની અને તેની પુત્રી ને બંધક બનાવી દીધા હતા.

તેના હવાય ફાયરિંગ બાદ તેના સહ સાથીદારો અને ઉચ્ચ અધિકારીઓ એ સમજાવવાનો પ્રયત્ન કર્યો છતાં તે માનવા તૈયાર ન હતો. તેના પિતા અને તેના મિત્રો સાથે તેણે મોબાઈલ માં વાત કરી છતાં પણ તે માનવા તૈયાર ન હતો. આ પછી CRPF ના ડીઆઇજી ત્યાં આવી પહોંચ્યા હતા. છતાં પણ તે માનવ તૈયાર ન હતો. આ પછી સોમવારે તેણે પોતે જાતે જ ગોળી મારી આત્મહત્યા કરી લીધી હતી.

જોધપુરના પોલીસ કમિશ્નર રવિદત્ત ગૌરે જણાવ્યું કે અધિકારીઓએ તેમને આશ્વાસન આપ્યું હતું કે તેમને પરિવાર કે ઓફિસમાં જે પણ સમસ્યા હશે તેનો ઉકેલ મળી જશે. શું સમસ્યા હતી તે તપાસનો વિષય છે. આઈજી સાથે મોબાઈલ પર ઘણી વખત વાત કરી હતી. આઈજી પણ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજરાત નો આવાજ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજરાત નો આવાજ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *