Entertainment

પત્ની દ્રિષા આચાર્ય સાથે ખુબસુરત વાદીઓમાં કરણ દેઓલ માનવી રહયા છે પોતાનું હનીમૂન…. જુવો ખુબસુરત તસવીરો

Spread the love

કરણ દેઓલ અને દ્રિષા આચાર્ય બી ટાઉન ના ન્યુલી  વેડ  કપલ છે બંને એ હજુ હાલમાં જ લગ્ન ના બંધનમાં બંધાયા છે. એવામાં લગ્ન બાદ અભિનેતા કરણ દેઓલ પોતાની નવી નવેલી પત્ની સાથે હનીમૂન પર ગયા છે જેમાં તેઓ મનાલી ની ખુબસુરત વાદીઓ માં પોતાના નવા જીવન ની શરૂઆત કરી રહયા છે. અને હનીમૂન એન્જોય કરી રહ્યા છે.કરણ દેઓલ અને દ્રિષા આચાર્ય ની સાથે સની દેઓલ અને તેનો ભાઈ પણ નજર આવ્યા છે.

તેઓ હિમાચલ માં આવેલ મનાલીના દશલ ગામમાં પહોંચ્યા છે  જ્યા તેઓએ એક નાની રિસેપ્શન  પાર્ટીનું આયોજન કર્યું હતું અને ત્યાંના સ્થાનિક લોકોને શામિલ કર્યા હતા. કરણ દેઓલ એ પોતાના ઈનસ્ટરાગ્રામ હેન્ડલ પરથી પોતાના હનીમૂન ની ખુબસુરત તસવીરો શેર કરી છે, જેમાં તેઓ પોતાની પત્ની સાથે ખુબસુરત વાદીઓમાં પોઝ આપી રહ્યા છે. આ સાથે જ સની દેઓલ અને તેમના નાના દીકરા પણ સાથે નજર આવી રહયા છે.

હનીમૂન પર કરણ અને દ્રિષા ખુબસુરત લુકમાં દેખાઈ રહ્યા છે. બંને ની સાદગી લોકોને પસંદ આવી રહી છે. આ સાથે જ બંને ની જોડી લોકોને બહુ જ પ્યારી લાગી રહી છે. તમને જણાવી દઈએ કે કરણ અને દ્રિષા એ 18 જૂન 2023 ના રોજ પંજાબી રીત રસમો ની સાથે લગ્ન કર્યા હતા. જ્યા કરણ દેઓલ , સાની દેઓલ ના દીકરા છે અને ફિલ્મી જગત સાથે સબંધ ધરાવે છે ત્યાં જ દ્રિષા ફિલ્મ મેકર બિમલ રોય ની પૌત્રી છે.

તેના પિતા સુમિત આચાર્ય છે, માતા ચિમુ બી આચાર્ય વર્ડિંગ પ્લાનર, સ્ટાઇલિસ્ટ અને ઇન્ટિયર ડિઝાઈનર છે. રિપોર્ટ્સ ની માનવામાં આવે તો દ્રિષા આચાર્ય અને કરણ દેઓલ નાનપણ થી જ એકબીજા ને ઓળખે છે. એટલે કે બાળપણ થી જ તેઓ મિત્ર છે. બંને નો અભ્યાસ અલગ અલગ થયો છે દ્રિષા એ કેનેડામાં તો કરણ એ ન્યુયોર્ક માં અભ્યાસ કર્યો છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *