Gujarat

ગુજરાતના હવામાનને લઈને અંબાલાલ પટેલની મોટી આગાહી!! જુલાઈ મહિનાની આ તારીખમાં આટલો વરસાદ…આ તારીખે જોર ઘટશે….

Spread the love

હાલમાં ચોમાસાની ઋતુ ચાલી રહી છે ત્યારે ચારેબાજુ વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે આખા રાજ્ય માં છેલ્લા 2 દિવસ થી મેહુલિયાએ આગમન કર્યું છે અને આ સાથે જ હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલ એ પણ આગાહી કરી છે. જેમાં 2 જુલાઈ એ હવાનું દબાણ સર્જાશે જેના કારણે 5 જુલાઈ સુધી વરસાદી માહોલ જામેલો જોવા મળશે. આમ 2 જુલાઈ થી 5 જુલાઈ દરમિયાન ગુજરાતમાં વરસાદ થશે.

જ્યારે ત્યાર બાદ 8 જુલાઈ થી 12 જુલાઈ દરમિયાન રાજ્યના મોટા ભાગના જિલ્લાઓ માં પણ વરસાદ થશે.જ્યા 11 જુલાઈ અને 12 જુલાઈ દરમિયાન દરિયાઈ વિસ્તારમાં જોરદાર પવન ફુંકાશે. અને 18 થી 20 જુલાઈ દરમિયાન હવાનું દબાણ ઊંચું જોવા મળશે જેના કારણે પણ વરસાદ થશે. આ સાથે વધુમાં વરસાદી માહોલ વિષે જાણકારી આપતા હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલ એ જણાવ્યું હતું કે ઓગસ્ટ મહિનામાં પણ ગુજરાતમાં સારો વરસાદ થશે.

23 ઓગસ્ટ પછી વરસાદનું જોર ઘટવાનું શરૂ થશે. માડાગાસ્કરથી ચોમાસાની વળાંક કેરળ તરફ રહેવી જોઈએ પણ આ વખતે એવું નથી. આ વખતે વિશિષ્ટ પ્રકારનું ચોમાસું છે જે અગાઉની પેટર્ન પ્રમાણે નથી.તમને જણાવી દઈએ કે જૂનાગઢ શહેરમાં સૌથી વધારે વરસાદ પડ્યો છે જેમાં સાડા દસ ઇંચ વરસાદ નોંધાયો છે. ત્યાં જ સુરતના મહુવામાં સાડા સાત ઇંચ, તાપીના વાલોડ અને વ્યારામાં સાત ઇંચ, તાપીના દોળવાંમાં સાડા છ ઇંચ ,

ગીર સોમનાથ ના તાલાલા માં 6 ઇંચ , સુત્રાપાડા અને મેંદરડા માં છ ઇંચ, ભેસાણ અને ચોટીલામાં સાડા પાંચ ઇંચ વરસાદ પડ્યો છે. આમ ગુજરાતના 9 તાલુકામાં 6 ઇંચ કરતા વધારે નો વરસાદ નોંધાયો છે. અને કુલ 17 તાલુકાઓમાં 5 ઇંચ કરતા વધારે, 26 તાલુકામાં 4 ઇંચ કરતા વધારે, 44 તાલુકામાં 3 ઇંચ કરતા વધારે વરસાદ વરસયો છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *