Gujarat

હવામાન વિભાગ દ્વારા કરવામાં આવતું રેડ,ઓરેન્જ,યેલ્લો અને ગ્રીન એલર્ટ શું સૂચવે છે તમે જાણો છો ? જાણી લ્યો આ પુરી વાત….

Spread the love

હાલના સમયમાં ગુજરાત રાજ્યમાં વરસાદી સીઝન શરૂ થઇ ચુકી છે એવામાં ગુજરાતના હવામાનને લઈને અનેક એવી આગાહી કરવામાં આવી રહી છે, એવામાં હજી જ ગુજરાત રાજ્ય પર થી ‘બિપોરજોય’ નામની આફત ટકરાય હતી એવામાં તમને ખબર જ હશે કે બંદરોમાં વાવાઝોડાને પગલે અનેક એવા નંબરના સિગ્નલો લગાવામાં આવતા હોય છે એટલું જ નહીં હવામાન વિભાગ દ્વારા પણ એલર્ટ જાહેર કરવામાં આવતું હોય છે.તો આજના આ લેખના માધ્યમથી અમે એલર્ટ વિશે જણાવાના છીએ.

હવામાન વિભાગ દ્વારા મુખ્ય ચાર એલર્ટ જાહેર કરવામાં આવે છે જેમાંથી અલગ અલગ એલર્ટ જાહેર કરવાનો અર્થ અલગ અલગ ગણાતો હોય છે. આ એલર્ટમાં ગ્રીન,યેલ્લો,ઓરેન્જ અને લાલ એલર્ટ જાહેર કરવામા આવતું હોય છે જેમનો અર્થ ખુબ અલગ અલગ થતો હોય તેવું ગણવામાં આવે છે.તો આજે અમે તમને જણાવશું કે આવા એલર્ટ ક્યારે અને કેવી સ્થિતિમાં જાહેર કરવામાં આવતા હોય છે.

ગ્રીન એલર્ટનો અર્થ:

ભારતીય હવામાન વિજ્ઞાન વિભાગ(IMD) અનુસાર ગ્રીન એલર્ટનો અર્થ વાતાવરણ ઠીક છે તેવો થાય છે, એટલું જ નહીં આ એલર્ટ એમ પણ સૂચવે છે કે આ પ્રકારની સ્થિતિ કોઈ પ્રકારે ભયાનક સ્થિતિ અંગે નથી સૂચવતી અને આને લઈને કોઈ ખાસ એલર્ટ જાહેર પણ કરવામાં આવતું નથી.

યેલ્લો એલર્ટનો અર્થ :

યેલ્લો એલર્ટનો અર્થ એવો થાય છે કે આવનાર ખતરાને પ્રતિ તમે સાવચેત રહો, એટલું જ નહીં યેલ્લો એલર્ટના પગલે લોકોને સાવચેત રહેવા માટે પણ જણાવામાં આવતું હોય છે. આ પ્રકારનું એલર્ટ જસ્ટ વોચનું સિગ્નલ છે જે આવનાર સમયમાં દિક્કત દઈ શકે છે અથવા તો તેનો અર્થ એમ પણ કાઢી શકાય કે આ એલર્ટ વાતાવરણને અધિક ખરાબ કરી શકે છે, આટલા માટે જ તમામ લોકોને સતર્ક રહેવાનું સૂચન આ સિગ્નલ દ્વારા કરવામાં આવે છે.

ઓરેન્જ એલર્ટનો અર્થ :

ઓરેન્જ એલર્ટ વિશે જો જાણકારી આપવામાં આવે તો આ અંગે હવામાન વિભાગ જણાવતા કહે છે કે ઓરેંગ એલર્ટનો અર્થ થાય છે કે જે તે આફત આવવાની પુરી સંભાવના રહેલી છે આથી તમે તૈયાર રહો. જયારે વાતાવરણ ખુબ ગંભીર બની જતું હોય છે ત્યારે હવામાન વિભાગ દ્વારા આવું સિગ્નલ લગાવવામાં આવે છે જે તમામ લોકોને તૈયાર રહેવા માટેનું સૂચન આપે છે અને ઓરેન્જ એલર્ટ જાહેર તથા લોકોના એક જગ્યાએ થી બીજી જગ્યાએ જવામાં પ્રતિબંધ લગાવે છે.

રેડ એલર્ટ :

જયારે પણ હવામાન વિભાગ દ્વારા રેડ એલર્ટ જાહેર કરવામાં આવે ત્યારે તેનો અર્થ એવો થાય છે કે હવામાનની સ્થિતિ ખુબ વધારે ખરાબ છે અને આનાથી પણ ખરાબ થઇ શકે તેવું સૂચન આપવામાં આવે છે.જયારે આ એલર્ટને જાહેર કરવામાં કરવામાં આવે ત્યારે તોફાન આવવાની પુરી સંભાવના બંધાય જતી હોય છે અને સાથો સાથ પ્રશાસનને પણ આ આફતને પગલે ગંભીર પગલાં ઉઠાવાનું સૂચન આપે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *